Dhandhuka: ગુજરાતના આ ગામમાં 5 વર્ષથી નથી થઈ વાવણી, પોતાના ખેતર હોવા છતા બીજે મજૂરીએ જાય છે ખેડૂતો
ધંધુકા: સરકારી અધિકારીઓની નિષ્કાળજીના કારણે ખેડૂતો મજૂર બન્યા છે. અમે વાત કરી રહ્યા છીએ ધંધુકા તાલુકાની. તમને જાણીને નવાઈ આશ્ચર્ય થશે કે, ધંધુકા તાલુકાના વખતપર ગામમાં છેલ્લા 5 વર્ષથી વાવણી જ નથી થઈ.
ધંધુકા: સરકારી અધિકારીઓની નિષ્કાળજીના કારણે ખેડૂતો મજૂર બન્યા છે. અમે વાત કરી રહ્યા છીએ ધંધુકા તાલુકાની. તમને જાણીને નવાઈ આશ્ચર્ય થશે કે, ધંધુકા તાલુકાના વખતપર ગામમાં છેલ્લા 5 વર્ષથી વાવણી જ નથી થઈ. જો કે, એવું નથી કે આ વિસ્તારમાં વરસાદ નથી પડતો. પરંતુ તંત્રના પાપે એવી સ્થિતિ નિર્માણ પામી છે કે, ખેડૂતો પોતાના ખેતરમાં પાક લઈ શકતા નથી. ખેતરોમાંથી પાણી ન ઓસરતાં ખેડૂતોએ 5 વર્ષથી ખેતી જ નથી કરી. આમ ઘરની માલિકીના ખેતર હોવા છતા ખેડૂતો ખેતી કરી શકતા નથી.
ભાલ પ્રદેશના ક્યાં ગામની કેટલી જમીન પાણીમાં ગરકાવ ?
- ફેદરા ગામની 700 વીઘા જમીન પાણીમાં ગરકાવ
- કશિન્દ્રા ગામની 800 વીઘા જમીન પાણીમાં ગરકાવ
- ઉમરગઢ ગામની 900 વીઘા જમીન પાણીમાં ગરકાવ
- રોજકા ગામની 5 હજાર વીઘા જમીન પાણીમાં ગરકાવ
- વખતપર ગામની 2 હજાર વીઘા જમીન પાણીમાં ગરકાવ
- ખરડ ગામની 10 હજાર વીઘા જમીન પાણીમાં ગરકાવ
- કોઠારિયા ગામની 1500 વીઘા જમીન પાણીમાં ગરકાવ
- ભડિયાદ ગામની 1500 વીઘા જમીન પાણીમાં ગરકાવ
- ગોરાસુ ગામની 2800 વીઘા જમીન પાણીમાં ગરકાવ
- ધોલેરા ગામની 2 હજાર વીઘા જમીન પાણીમાં ગરકાવ
- આકરું ગામની 3 હજાર વીઘા જમીન પાણીમાં ગરકાવ
- સોઢી ગામની 3 હજાર વીઘા જમીન પાણીમાં ગરકાવ
- ચેર ગામની 2 હજાર વીઘા જમીન પાણીમાં ગરકાવ
- સંગાસર ગામની 2 હજાર વીઘા જમીન પાણીમાં ગરકાવ
- ઓતારિયા ગામની 2 હજાર વીઘા જમીન પાણીમાં ગરકાવ
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પાણીના નિકાલની ખાતરી આપી હતી
તમને જણાવી દઈએ કે, આ વિસ્તારના ખેતરોમાં નર્મદા કેનાલ,માઇનોર કેનાલ અને રેલવે ટ્રેકના કારણે ગામમાં સતત પાણી ભરાયેલા રહે છે. જેના કારણે વખતપર ગામની 2 હજાર વીઘા જમીનમાં ખેતી થઈ શકતી નથી. હવે સ્થિતિ એવી નિર્માણ પામી છે કે આ ખેડૂતો પાસે પોતાની જમીન હોવા છતાં પાણીનો નિકાલ ન થતાં બીજાના ખેતરમાં મજૂરી કરવા મજબૂર બન્યા છે. વખતપર ગામના ખેડૂતોએ અને સરપંચે તાલુકાથી લઇને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પાણીના નિકાલની ખાતરી આપી પણ અમલ ના થયો. માઈનોર કેનાલ તૂટેલી હોવાથી વર્ષોથી ઉપયોગી નથી, આ કેનાલ ખેડૂતો માટે નડતર બની છે. પરંતુ તેમ છતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial