અમદાવાદમાં બિલ્ડર્સને ત્યાં બીજા દિવસે પણ આઇટીનું સર્ચ ઓપરેશન, ચાર કરોડ રોકડા મળ્યા
અમદાવાદના શિવાલીક, શિલ્પ અને શારદા બિલ્ડરને ત્યાં આઈટીના સર્ચ ઓપરેશન દરમિયાન ચાર કરોડની રોકડ મળી આવી છે
અમદાવાદમાં સતત બીજા દિવસે બિલ્ડર ગ્રુપ પર આવકવેરા વિભાગની કાર્યવાહી યથાવત રહી છે. મળતી જાણકારી અનુસાર અમદાવાદના શિવાલીક, શિલ્પ અને શારદા બિલ્ડરને ત્યાં આઈટીના સર્ચ ઓપરેશન દરમિયાન ચાર કરોડની રોકડ મળી આવી છે. રેડ દરમિયાન બિલ્ડરોને ત્યાંથી ત્રણ કરોડની કિંમતના ઘરેણાં પણ મળી આવ્યાં છે. તો આઈટી વિભાગે જે 20 લોકરમાં સર્ચ કર્યુ. તેમાંથી એક લોકરમાંથી એક કરોડની રોકડ મળી આવી છે. તો અન્ય લોકરમાંથી પણ રોકડ રકમ મળે તેવી શક્યતા છે. આઈટી વિભાગની ટીમો અલગ અલગ 30 જગ્યા પર સર્ચ ઓપરેશનની કામગીરીમાં લાગી છે. જેમાં બિલ્ડરની ઓફિસ, ઘર અને વિવિધ જગ્યા પર આઈટી વિભાગ સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યું છે.
સવારથી જ શહેરમાં 30 જેટલા સ્થળે સર્ચ આપરેશન હાથ ધરાયું હતું. સર્ચ ઓપરેશનમાં 4 કરોડની રોકડ મળી આવી હતી. આવકવેરા વિભાગની ટીમે 20 જેટલા બેંક લોકરની પણ તપાસ કરી છે. જે પૈકી 1 લોકરમાંથી રૂપિયા 1 કરોડ રોકડા મળી આવ્યા જ્યારે 3 કરોડ રૂપિયાની કિંમતના ઘરેણા પણ મળી આવ્યા હતા. જમીનની ખરીદીમાં બેનામી વ્યવવહારો થયા હોવાની આશંકાએ ગુરૂવારથી અમદાવાદના બિલ્ડર ગ્રુપની ઓફિસ સહિત અન્ય સ્થાને આઈટી વિભાગની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે
અમદાવાદના બોપલ અને ઘુમાના સ્થાનિકો માટે શું આવ્યા આનંદના સમાચાર?
અમદાવાદઃ અમદાવાદના બોપલ અને ઘુમાના સ્થાનિકો માટે આનંદ અને સારા સમાચાર મળી રહ્યાં છે. અમદાવાદ મહાનગર પાલિકાની વોટર કમિટીના ચેયરમેનને જણાવ્યું છે કે જુન અને જુલાઈન સુધીમાં બોપલ અને ઘુમાના સ્થાનિકોને નર્મદાનું પાણી મળી જશે. જે માટે ઔડાએ એક ભૂગર્ભ સંપ અને છ ઓવર હેડ ટાંકીનું કામ પૂર્ણ કરી લીધુ છે. તો કમાંડ એરિયાના નેટવર્કનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હાલ તો લાઈન વોશઆઉટની કામગીરી ચાલી રહી છે. હાલ ઘુમા વિસ્તાર માટે પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેને પણ વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે તેવુ વોટર કમિટી ચેયરમેને જણાવ્યું હતુ. તો આજે ઘુમા વિસ્તાર માટે ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઈનના કામ પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે.
IAS પરીક્ષા આપવા માટે 22 ફેબ્રુઆરી સુધી અરજી કરો રજિસ્ટ્રેશન, યોગ્યતાથી લઈને તમામ વિગતો અહીં જાણો
10મું પાસ ITI પાસ યુવાનો માટે અહીં ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી, મળશે 81000નો પગાર
ICAI CA Result 2021: સુરતની રાધિકા બેરીવાલા બની CA ટોપર, જાણો બીજા અને ત્રીજા સ્થાને કોણ રહ્યું ?
Patan : દિલ્લીથી રાધનપુર ભત્રીજીના લગ્નમાં આવેલા યુવકની હત્યા, કારણ જાણીને ચોંકી જશો