શોધખોળ કરો
Advertisement
સેટેલાઈટ ગેંગરેપ: ક્રાઈમ બ્રાન્ચના JCP જે કે ભટ્ટને તપાસમાંથી હટાવાયા
અમદાવાદ: સેટેલાઈટ ગેંગરેપના કેસમાંથી ક્રાઈમ બ્રાન્ચના જેસીપી જે કે ભટ્ટને તપાસમાંથી હટાવી દેવાયા છે. હવે, આ કેસની તપાસ ઝોન-4ના ડીસીપી શ્વેતા શ્રીમાળીને તપાસ સોંપવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ સામે પીડિતાના ગંભીર આક્ષેપો બાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસ સામે સવાલો ઊભા થતા રાજ્યના ગૃહ વિભાગે આ આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર પ્રકરણમાં પીડિતાએ રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જે કે ભટ્ટ દ્વારા પોતાને ગુનેગાર ગણીને અભદ્ર તેમજ અશ્લીલ પ્રશ્નો કરવા તેમજ તપાસમાં ઢીલ કરીને આરોપીઓને આડકતરી મદદ કરવાના સણસણતા આક્ષેપો કર્યા હતા.
રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ કેસની તપાસમાંથી ક્રાઈમ બ્રાન્ચના જેસીપી એ કે ભટ્ટને હટાવવાની સૂચના આપી છે. ઝોન-4ના ડીસીપી શ્વેતા શ્રીમાળીને તપાસ સોંપવામાં આવી છે. ડીસીપી શ્વેતાએ ગઈકાલે જ તપાસનો દોર સંભાળી લીધો હતો અને પીડિતા સાથે મુલાકાત પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ઘોડાસરમાં રહેતી પીડિતાએ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી જે કે ભટ્ટ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. પીડિતાએ આક્ષેપ કર્યા હતા કે, ભટ્ટે પૂછપરછ દરમિયાન ઘણા વાંધાજનક સવાલો કર્યા હતા. આ મામલો મીડિયા પણ ઘણો ઉછળ્યો હતો. બાદમાં અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંહને ક્રાઈમ બ્રાન્ચના બચાવ કરવા પ્રેસ કોન્ફરન્સ યોજવી પડી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
ટેકનોલોજી
Advertisement