શોધખોળ કરો
Advertisement
BJPના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું, અમે કૉંગ્રેસ મુકત ભારત ઈચ્છીએ છીએ
અમદાવાદ આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું, સદસ્યતા અભિયાનમા ભાજપ પોતાનો જ રેકોર્ડ તોડશે તો વિશ્વની સૌથી મોટી પાર્ટી થઇ જશે.
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જે.પી. નડ્ડા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લેવાના છે. તેઓ પ્રદેશ ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે. જે.પી. નડ્ડાનું અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતના નેતાઓએ સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું, અમે દેશને ભાજપ યુક્ત અને કૉંગ્રેસ મુકત ભારત બનાવવાં માંગીએ છીએ.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાએ ગુજરાતની ધરતીને દેશને પ્રેરણા દેનાર ધરતી ગણાવી હતી. નડ્ડાએ કહ્યું, ભાજપનો હાલનો ઉત્કર્ષ દોર છે. જનતાએ સ્વીકાર્યું છે કે ભાજપ સતા પર આવે, હજુ ભાજપે પોતાનું સર્વોચ્ચ પ્રાપ્ત કરવાનું છે.
જે.પી. નડ્ડાએ કહ્યું, સદસ્યતા અભિયાનમા ભાજપ પોતાનો જ રેકોર્ડ તોડશે તો વિશ્વની સૌથી મોટી પાર્ટી થઇ જશે. તેમણે કહ્યું, અમે દેશને ભાજપ યુક્ત અને કૉંગ્રેસ મુકત ભારત બનાવવાં માંગીએ છીએ. તેમણે કહ્યું, સરકાર અને સંગઠન આ બંને ક્ષેત્રમાં કામ કરવાનું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement