અમદાવાદમાં જગન્નાથનના મંદિરનું રિડવેલપમેન્ટ થશે, 50 હજાર ભક્તો એકસાથે દર્શન કરી શકશે
રિડેવલપમેન્ટમાં પાર્કિંગ સહિતની વ્યવસ્થાને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. મંદિર પરિસરનું પણ ડેવલપમેન્ટ કરાશે.
Jagannath Temple Redevelopment: અમદાવાદમાં ભગવાન જગન્નાથના મંદિરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જગન્નાથના મંદિરનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે. નવું જે મંદિર હશે તેમાં 50 હજાર ભક્તો એકસાથે દર્શન કરી શકે તેવુ હશે. મંદિરના ટ્રસ્ટી મહેંદ્ર ઝાનું કહેવું છે કે એક ટીમ સર્વે કરીને ગઈ છે. રિડેવલપમેન્ટમાં પાર્કિંગ સહિતની વ્યવસ્થાને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. મંદિર પરિસરનું પણ ડેવલપમેન્ટ કરાશે. સાથે જ નવી વ્યવસ્થામાં સાધુ-સંતોને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે મળી ભગવાનનો રથ ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું. સાંજે 8.30 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજીના રથ નિજ મંદિરે હેમખેમ પહોંચ્યા હતા.
ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. કોમી એખલાસના માહોલમાં યોજાયેલી રથયાત્રામાં આશરે 18 લાખથી વધુ લોકો રથયાત્રામાં જોડાયા હતા. કડક પોલીસ બંદોબસ્ત સાથે યોજાયેલી રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટેબ્લો, શણગારેલા ટ્રક, 18 હાથી, 1000થી વધુ ખલાસીઓ અને સાધુ-સંતો જોડાયા હતા.
ભગવાન જગન્નાથજીની 146ની રથયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરે પહોંચ્યા હતા. અમિત શાહ જગન્નાથ મંદિરે પહોંચ્યા અને મંગળા આરતી કરી પરિવાર સાથે દર્શન કર્યા હતા. તેમની સાથે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીએ પણ મંગળા આરતી કરી હતી. મંગળા આરતી પછી અમિત શાહને પાઘડી, હાર, ખેસ અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. 4.30 વાગ્યે ભગવાનને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો. 6.00 વાગ્યે ભગવાનને નવા રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.