શોધખોળ કરો
ગુજરાતના સૌથી ભ્રષ્ટ અધિકારી વિરમ દેસાઈ પાસે અંબાણી-અદાણી પાસે જ હોય એવી કઈ 11 લક્ઝુરીયસ કાર મળી ?
ગુજરાતમાં એસીબીના ઇતિહાસમાં સરકારી કર્મચારી પાસેથી આટલા મોટા પ્રમાણમાં અપ્રાણસર મિલકત પકડાઈ હોય એવો આ પ્રથમ કેસ છે. વિરમ દેસાઈને સૌથી ભ્રષ્ટ કર્મચારી ગણાવાઈ રહ્યા છે.

વિરમ દેસાઇની ફાઇલ તસવીર.
અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરી દેવાયો હોવાના ભાજપ સરકારના દાવાઓ વચ્ચે એન્ટ કરપ્શન બ્યુરો (એસીબી)એ કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઇ પાસેથી લગભગ 44 કરોડ રૂપિયાની મિલકતો ઝડપતાં ખળભળાટ મચી ગયો છે. વિરમ દેસાઈ પાસે 11 દુકાનો, કરોડોના પ્લોટ સહિત કુલ રૂપિયા 33.47 કરોડની બેનામી મિકલતો મળી આવી છે. ગુજરાતમાં એસીબીના ઇતિહાસમાં સરકારી કર્મચારી પાસેથી આટલા મોટા પ્રમાણમાં અપ્રાણસર મિલકત પકડાઈ હોય એવો આ પ્રથમ કેસ છે. વિરમ દેસાઈને સૌથી ભ્રષ્ટ કર્મચારી ગણાવાઈ રહ્યા છે.
વિરમ દેસાઈએ કેવો ભ્રષ્ટાચાર કર્યો છે તેનો પુરાવો એ છે કે તેમની પાસે 11 તો મોંઘીદાટ લક્ઝુરીયસ કાર્સ છે. અંબાણી કે અદાણી જેવા દેશના ટોચના ધનિકો પાસે જ હોય એવી લકઝ્યુરીયસ કાર્સ વિરમ દેસાઈ પાસે છે. વિરમ દેસાઈ પાસે ભારતમાં મળતી તમામ લકઝ્યુરીયસ કાર્સ છે એમ કહીએ તો તેમાં જરાય અતિશયોક્તિ નથી.
વિરમ દેસાઇ પાસેથી જેગુઆર, ઓડી, BMW, હોન્ડા સિટી, ફોર્ચ્યુનર, સિઆઝ, હેરિઅર, જિપ કમ્પાસ, ઑલ્ટીઝ, કોરોલા અને ઝાયલો કાર મળી આવી છે. દેશના કેટલાય માલેતુજારો પાસે આટલી મોંઘી કાર્સ નહીં હોય. વિરમ દેસાઈ પાસેથી 11 વૈભવી કાર ઉપરાંત 11 દુકાનો 3 ફ્લેટ, 2 બંગલા, એક ઓફિસ ,30 બેન્ક એકાઉન્ટ,ગાંધીનગરમાં બે પ્લોટ ઉપરાંત કરોડોની જમીનો મળી આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દેશ
Advertisement
