શોધખોળ કરો
Gujarat: માર્ચ મહિનામાં જ રાજ્યમાં ગરમી અનેક રેકોર્ડ તોડશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat: માર્ચ મહિનામાં જ રાજ્યમાં ગરમી અનેક રેકોર્ડ તોડશે, જાણો લેટેસ્ટ આગાહી

પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: માર્ચ મહિનાની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી પડવા લાગી છે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈ મોટી આગાહી કરી છે. ગુજરાતીઓએ માર્ચ મહિનામાં કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. ગુજરાતમાં ગરમીનું જોર વધવા લાગ્યું છે. ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઉંચકાઈ ગયો છે.
2/6

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો કહેર જોવા મળશે. હવામાનની આગાહી છે કે આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે.મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતા વધારો થાય તેવી આગાહી કરાઈ છે.
3/6

રાજ્યમાં હીટવેવના દિવસોમાં પણ વધારો થઈ શકે છે. જો કે આગામી 48 કલાક 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, ભાવનગર,આણંદ, અરવલ્લી, ખેડા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
4/6

જ્યારે અન્ય શહેરોમાં પણ તાપમાન 35 ડિગ્રી રહે તેવી શક્યતા છે.સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં પણ તાપમાનમાં ફેરફાર જોવા મળશે. અનેક શહેરોના તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.
5/6

હવામાન વિભાગની આગાહી અનુસાર માર્ચ મહિનામાં જ રાજ્યમાં ગરમી અનેક રેકોર્ડ તોડી નાખશે. આ વર્ષે તાપમાન સામાન્ય 3થી 4 ડિગ્રી વધારે રહેશે.
6/6

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે. આ કારણે ગુજરાતમાં ઉનાળામાં કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. માર્ચના ત્રીજા સપ્તાહથી ગરમીમાં વધારો થવાનો છે.
Published at : 02 Mar 2025 01:31 PM (IST)
આગળ જુઓ
Advertisement