શોધખોળ કરો

Chamoli Avalanche Update:ચમોલી હિમસ્ખલનમાં 4 કામદાર હજુ પણ લાપત્તા, ડ્રોનથી કરવામાં આવી રહી છે શોધ

ચમોલીમાં હિમસ્ખલન બાદ ગુમ થયેલા કામદારોની શોધ હવે ડ્રોનની મદદથી કરવામાં આવી રહી છે. Mi-17 હેલિકોપ્ટર ડ્રોન આધારિત સિસ્ટમ સાથે બચાવ કામગીરીમાં રોકાયેલું છે. ચાર લોકો હજુ પણ ગૂમ છે.

Chamoli Avalanche Update:ભારતીય વાયુસેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમપ્રપાતગ્રસ્ત વિસ્તારોમાં સર્ચ ઓપરેશન માટે એક Mi-17 હેલિકોપ્ટર ડ્રોન આધારિત ઇન્ટેલિજન્ટ બરીડ ઑબ્જેક્ટ ડિટેક્શન સિસ્ટમને એરલિફ્ટ કરવા માટે તૈયાર છે. 28 ફેબ્રુઆરીએ જોશીમઠના માના ગામ પાસે BRO કેમ્પમાં થયેલા હિમસ્ખલન બાદ વાયુસેનાના ચિતા હેલિકોપ્ટર શનિવારથી ચમોલીના માણા વિસ્તારમાં બચાવ કામગીરીમાં લાગેલા છે.

ઉત્તરાખંડ રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન સચિવ વિનોદ કુમાર સુમને કહ્યું, “હવામાન અમારી તરફેણમાં છે. કુલ 54 (BRO કર્મચારીઓ) ગુમ થયા હતા, 50 ને બચાવી લેવામાં આવ્યા છે "ચાર લોકો હજુ પણ ગુમ છે, અને શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે, અને અમને આશા છે કે અમે તેમને ટૂંક સમયમાં શોધી લઈશું." ઇજાગ્રસ્ત બીઆરઓ કર્મચારીઓને વધુ સારવાર માટે જોશીમઠ આર્મી હોસ્પિટલ માટે  એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

હિમપ્રપાત બાદ બરફમાં ફસાયેલા બાકીના કામદારોને શોધવા માટે આજે SDRFની ટીમ વિક્ટિમ લોકેટિંગ અને થર્મલ ઇમેજ કેમેરા સાથે રવાના થઈ હતી. પોલીસ મહાનિરીક્ષક, SDRF રિદ્ધિમા અગ્રવાલની સૂચના અનુસાર, SDRFની નિષ્ણાત ટીમને માણા  હિમસ્ખલન દરમિયાન ગુમ થયેલા કામદારોને શોધવા માટે વિક્ટિમ લોકેટિંગ કેમેરા (VLC) અને થર્મલ ઈમેજ કેમેરા સાથે સહસ્ત્રધારાથી હેલિકોપ્ટર મારફતે ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. સાધનસામગ્રી (વિક્ટિમ લોકેટિંગ કેમેરા (VLC) અને થર્મલ ઈમેજ કેમેરા)ની મદદથી શોધ કરવામાં આવશે.

બચાવાયેલા 24 લોકોની સારવાર ચાલી રહી છે, એકને કરોડરજ્જુમાં ઈજા થઈ છે.

ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ તિવારીએ શનિવારે જણાવ્યું હતું કે બચાવ કરાયેલા 24 બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) કામદારોની જોશીમઠમાં સારવાર ચાલી રહી છે, જ્યારે એક વ્યક્તિને કરોડરજ્જુમાં ઈજા થતાં એર એમ્બ્યુલન્સ મારફતે AIIMS ઋષિકેશ મોકલવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ ગઈકાલે સવારે હિમપ્રપાત પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ આર્મી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કર્મચારીઓને મળ્યા હતા અને તેમની ખબર-અંતર પૂછ્યા હતા.

તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટને નિર્દેશ આપ્યો કે શોધ અને બચાવ કામગીરીમાં જરૂરી સંસાધનોની કોઈ અછત ન હોવી જોઈએ અને કહ્યું કે કેન્દ્ર સરકાર પણ તમામ જરૂરી સહાય પૂરી પાડી રહી છે. માહિતી આપતા જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે, "57 BRO કામદારો કન્ટેનરમાં રહેતા હતા, જેમાંથી 2 કામદારો રજા પર હતા. 55 કામદારોમાંથી ITBP અને આર્મીએ ઝડપી શોધખોળ હાથ ધરી છે અને અત્યાર સુધીમાં 50 લોકોને બચાવી લીધા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે 4 હેલિકોપ્ટર મોકલ્યા છે. તેમની મદદથી અત્યાર સુધીમાં 25 જેટલા કામદારોને  જ્યોતિર્મઠ લાવવામાં આવ્યાં  છે.

ઉત્તરાખંડ સરકારે હિમસ્ખલન અંગે રિપોર્ટ જાહેર કર્યો છે

ઉત્તરાખંડ સરકારે 28 ફેબ્રુઆરી, 2025 ના રોજ જોશીમઠમાં માણી ગેટ ખાતે બીઆરઓ કેમ્પની નજીક થયેલા હિમપ્રપાત અંગેનો વિગતવાર અહેવાલ પણ બહાર પાડ્યો હતો. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નિર્દેશન હેઠળ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

અહેવાલો અનુસાર, બચાવાયેલા લોકોને જોશીમઠ લઈ જવામાં આવ્યા છે અને આર્મી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. આર્મી, આઈટીબીપી, બીઆરઓ, એનડીઆરએફ, એસડીઆરએફ, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, આરોગ્ય વિભાગ અને અગ્નિશમન સેવાઓ સહિત આપત્તિ વ્યવસ્થાપન દળોના લગભગ 200 કર્મચારીઓ રાહત કાર્યમાં લાગેલા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
Embed widget