શોધખોળ કરો
Advertisement
કારંજ પોલીસે 1500 કિલો ગૌમાંસ સાથે બે શખ્સોની કરી ધરપકડ, બે આરોપી ફરાર
અમદાવાદઃ ગૌમાંસની હેરાફેરી શહેરમાં બેફામ વધી રહી છે. ત્યારે કારંજ પોલીસે બાતમી આધારે 1500 કિલો ગૌમાંસના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીઓ છેલ્લા ઘણા સમયથી ગૌમાંસનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું.
શહેરમાં છેલ્લા ઘણા સમયથી શહેરમાં બે રોકટોક ગૌમાંસની હેરાફેરી ચાલી રહી છે. ત્યારે કારંજ પોલીસે બાતમી આધારે ત્રણ દરવાજા પાસેના મચ્છી માર્કેટમાંથી 1500 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસને બાતમી મળી કે 9 જેટલી ગાયની ચોરી કરી તેને કતલ કરી ગૌમાંસ વેચવા માટે લાવવામાં આવ્યું છે. જેથી પોલીસે વહેલી સવારે વોચ ગોઠવી આરોપી સમીર પઠાણ અને સઈદ કુરેશીની ધરપકડ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા ઘણા સમયથી ગૌમાંસનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યો છે. આરોપીઓ રાત્રી દરમિયાન ગૌમાંસનો જથ્થો લાવતા હોય છે અને બાદમાં પોલીસનું ધ્યાન ભટકાવવા માટે ખોટા મેસેજ કરી ગેરમાર્ગે દોરવામાં આવતા હતા. અને બાદમાં ગૌમાંસનો જથ્થો દુકાનમાં લાવી દેવામાં આવી છે. આરોપી સમીર કુખ્યાત આરોપી છે અગાઉ પણ શાહપુર પોલીસ સ્ટેશનમાં ગૌમાંસની હેરાફેરી કરતો ઝડપાયો હતો. ત્યારે હાલ આ કેસમાં પોલીસે વોન્ટેડ આરોપી યાસીન ઉર્ફે હલવો અને મહેમુદ કુરેશીની શોધખોળ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
દુનિયા
Advertisement