(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus New Strain: કોરોનાના નવા સ્ટ્રેનની બાળકો પર શું જોવા મળી અસર? જાણીને ચોંકી જશો
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યારે ૧૨ બાળકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે, જે પૈકી બે બાળકો અત્યારે ઓક્સિજન પર છે. આ ઉપરાંત બે નવજાત બાળકો પણ કોરોનાગ્રસ્ત થતાં તેમની સારવાર અહીં ચાલી રહી છે.
Coronavirus: અમદાવાદમાં શુક્રવારે કોરોના બ્લાસ્ટ થતા એક જ દિવસમાં કોરોનાના (Ahmedabad Corona Cases) રેકોર્ડ બ્રેક 1296 પોઝિટીવ કેસ નોંધાયા. તો 12 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતા. અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસી સંખ્યા વધીને ત્રણ હજાર 421 પર પહોંચી ગઈ છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 75,570 પર પહોંચી ગઈ છે. તો કુલ મૃત્યુઆંક પણ બે હજાર 353 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ એટલી ભયાવહ થઈ ગઈ છે કે શહેરમાં સરકારી એમ્બ્યુલંસ (Ambulance) અને શબવાહીની (Deadbody Van)મેળવવા માટે બે કલાકથી પણ વધુના સમયનું વેઈટિંગ ચાલી રહ્યું છે. સરકારી જ નહી લોકોને ખાનગી એમ્બ્યુલંસ મેળવવામાં પણ ફાંફા પડી રહ્યાં છે.
અમદાવાદની સિવિલમાં (Civil Hospital) અત્યારે ૧૨ બાળકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે, જે પૈકી બે બાળકો અત્યારે ઓક્સિજન પર છે. આ ઉપરાંત બે નવજાત બાળકો પણ કોરોનાગ્રસ્ત થતાં તેમની સારવાર અહીં ચાલી રહી છે. તબીબોનું કહેવું છે કે ગર્ભવતી માતા જો કોરોના સંક્રમિત થાય તો તેના બાળકને પણ કોરોના થવાનું જોખમ છે. આ ઉપરાંત નવજાત બાળકો પર કોરોનાની અસર જલદી થાય છે.
સિવિલમાં અત્યારે અન્ય કોવિડ દર્દીઓ ઉપરાંત ૧૨ બાળકો પણ કોરોનાની સારવાર હેઠળ છે. બાળરોગ નિષ્ણાત તબીબોાની દેખરેખ હેઠળ હાલ તેમને સારવાર અપાઇ રહી છે. તેમાંથી બે બાળકો નવજાત હોવાથી તેમને આગળ જતાં વધુ મુશ્કેલીઓ ન આવે અને પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે અલથી સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૨ બાળકો પૈકી બે બાળકોની પરિસ્થિતિ ગંભીર હોવાથી તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે.
જો કે કોરોનાના કારણે બાળકોના મોત થયા હોય તેવા બનાવ પણ ગતા બે-ત્રણ અઠવાડિયામાં અમદાવાદમાં બન્યા છે. જેમાં અમરાઇવાડીની બે વર્ષની બાળકીનું ૨૩મી એપ્રિલના રોજ મૃત્યુ થયું હતું, પાંચમી એપ્રિલે ચાંદલોડિયામાં રહેતા આઠ વર્ષના બાળકનું કોરોનાથી મૃત્યુ થયું હતું, મેમનગરમાં રહેતી સાત વર્ષીય બાળકીનું ત્રણ એપ્રિલના રોજ મૃત્યુ થયું હતું.
બાળકોમાં નવા સ્ટ્રેઈનના શું છે લક્ષણો
કોરોનાના નવાં સ્ટ્રેઇનમાં નાનાં બાળકોમાં ઝાડા એ મુખ્ય લક્ષણ છે. ઝાડા-ઉલટી અને અશક્તિના કારણે બાળક વધુ રડે અથવા અસામાન્ય વર્તાવ કરે તેવું પણ શક્ય છે. આ ઉપરાંત બાળકને શરદી-ખાંસીની સામાન્ય અસર હોય તો પણ માતા-પિતા વધુ કાળજી લે તે જરૃરી છે. નાનાં ૂબાળકોને મોટેભાગે પરિવારજનોમાંથી ચેપ લાગે છે. તેથી પરિવારજનો બહારથી આવે ત્યારે યોગ્ય રીતે સ્વચ્છ થઇ બાળકને અડકે તે હિતાવહ છે. જો કે બાળકોને એકથી દસ વર્ષ દરમિયાન વિવિધ રસીઓ અપાતી હોવાથી આ રસીઓ તેમને સાજા થવામાં અમુક અંશે મદદ કરે છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
રાજ્યમાં સતત બીજી દિવસે કોરોનાના કેસનો આંકડો ચાર હજારને પાર પહોંચી ગયો છે. શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જ્યારે વધુ 42નાં મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ પહેલા 8 એપ્રિલે 4 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં ગઈકાલે 2280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 309626 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 2200ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22692 પર પહોંચ્યો છે. જેમાંથી 187 લોકો વેન્ટિલેટર પર અને 22505 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.87 ટકા છે.