(Source: ECI/ABP News/ABP Majha)
જાણો આઈપીએસ અધિકારી વિકાસ સહાયએ કેમ માગી માફી
અમદાવાદ: આઈપીએસ અધિકારી વિકાસ સહાયએ માફી માગી છે. સામે આવેલી વિગતો અનુસાર તેમણે પ્રિલિમિનરી પરીક્ષાના રિઝલ્ટમાં મોડુ થતા માફી માગી છે. વિકાસ સહાયે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે.
અમદાવાદ: આઈપીએસ અધિકારી વિકાસ સહાયએ માફી માગી છે. સામે આવેલી વિગતો અનુસાર તેમણે પ્રિલિમિનરી પરીક્ષાના રિઝલ્ટમાં મોડુ થતા માફી માગી છે. વિકાસ સહાયે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે. પીએસઆઈ પ્રિલિમિનરી પરીક્ષાના રિઝલ્ટને લઈ ટ્વિટ કરી માહિતી આપી છે. અંગત કારણોસર લાંબાસમયથી રજા પર હોવાથી રિઝલ્ટ દર્શાવવામાં મોડુ થયુ હોવા અંગે માફી માંગી છે. તેમણે મને કહ્યુ મે આજે ઓફીસ જોઈન કરી છે અને મને 72 કલાક આપો. હાલમાં વિકાસ સહાયનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાઈરલ થયું છે.
My apologies for delay in publishing results of PSI Preliminary Examination. I was on long leave for very personal reasons. Have joined office today. Give me 72 hours.
— Vikas Sahay, IPS (@VikasSahayIPS) April 25, 2022
હવામાન વિભાગે રાજ્યમાં કેટલા દિવસ યલો એલર્ટ જાહેર કર્યુ?
રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કાળઝાળ ગરમીની આગાહીને લીધે પાંચ દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલુ જ નહીં, હવામાન વિભાગે અમદાવાદમાં 26થી 28 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થવાની આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદમાં એપ્રિલ મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હોય તેવુ એપ્રિલના છેલ્લા દસ વર્ષમાં બન્યુ નથી. આગામી બે દિવસમાં અમદાવાદમાં ઉનાળો રોદ્ર સ્વરૂપ દેખાડી શકે છે.
આભમાંથી અગનજ્વાળા વરસતી રહીછે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ સુધી હીટ વેવની આગાહી છે. આ હીટ વેવની આગાહીથી બચવા માટે કોર્પોરેશનને ગાઈડલાઈન બહાર પાડી છે. શુક્રવારે રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમીના આંકડાની વાત કરીએ તો અમરેલીમાં સૌથી વધુ 42.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો કંડલા એયરપોર્ટ પર ગરમીનો પારો 42.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. આ તરફ પાટનગર ગાંધીનગર અને કેશોદમાં ગરમીનો પારો 42 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમદાવાદ અને સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 41.9 ડિગ્રી પર પહોંચ્યો. વડોદરા અને ભૂજમાં ગરમીનો પારો 41.4 ડિગ્રી પર પહોંચી ગયો. વલ્લભવિદ્યાનગર અને સુરતમાં ગરમીનો પારો 40.8 ડિગ્રી પર પહોંચી ગયો હતો. તો ડીસામાં ગરમીનો પારો 40.6 ડિગ્રી પર પહોંચ્યો હતો. વલસાડ અને ભાવનગરમાં પણ ગરમીનો પારો 40.5 ડિગ્રી પર પહોંચ્યો હતો.
હવામાન વિભાગે અમદાવાદમાં 26થી 28 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થવાની આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદમાં એપ્રિલ મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હોય તેવુ એપ્રિલના છેલ્લા દસ વર્ષમાં બન્યુ નથી. આગામી બે દિવસમાં અમદાવાદમાં ઉનાળો રોદ્ર સ્વરૂપ દેખાડી શકે છે.