શોધખોળ કરો

Lok Sabha Election: કોંગ્રેસ-આપ ગઠબંધનની આજે થશે ઔપચારિક જાહેરાત, જાણો ઈસુદાન ગઢવીએ શું કહ્યું

ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે.

Lok Sabha Election: કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની આજે ઔપચારિક જાહેરાત થશે. બંને પક્ષો સવારે 11:30 વાગ્યે સંયુક્ત પત્રકાર પરિષદમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ અને ગોવામાં બેઠકોની વહેંચણીની જાહેરાત કરશે.  આમ આદમી પાર્ટી વતી સંગઠન મહાસચિવ સંદીપ પાઠક, દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ અને આતિશી હાજર રહેશે. કોંગ્રેસ દ્વારા ગઠબંધન માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ મુકુલ વાસનિક, દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી અને પાર્ટીના દિલ્હી-હરિયાણા પ્રભારી દીપક બાબરિયા હાજર રહેશે.

ઈસુદાન ગઢવીએ શું કહ્યું

ગઠબંધનને લઈ ગુજરાત આપના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું, પાર્ટીઓથી ઉપર જઈને દેશનું વિચારવુ જોઈએ. AAP અને કૉંગ્રેસનું ગઠબંધન થયું છે, પક્ષનું નહીં દેશનું વિચારીને ગઠબંધન થયું છે.

આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસે ભલે પંજાબમાં અલગ-અલગ ચૂંટણી લડવાની જાહેરાત કરી હોય, પરંતુ રાજધાની દિલ્હીની તમામ સાત બેઠકો પર ગઠબંધન લગભગ ફાઈનલ થઈ ગયું છે. તેની સત્તાવાર જાહેરાત બંને પક્ષો આજે કરવામાં આવશે. સીટ શેરિંગ ફોર્મ્યુલા હેઠળ, સત્તારૂઢ AAP અહીં ચાર બેઠકો પર ચૂંટણી લડી શકે છે, જ્યારે કોંગ્રેસ ત્રણ બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરી શકે છે. શરૂઆતમાં AAPએ કોંગ્રેસને માત્ર એક સીટની ઓફર કરી હતી અને તેના જવાબની રાહ જોવાઈ રહી હતી. જો કે, મંત્રણાના છેલ્લા રાઉન્ડમાં લગભગ 4:3 મામલો ફાઇનલ થઈ ગયો છે.

સીટ શેરિંગ હેઠળ કોંગ્રેસ ઉત્તર પૂર્વ દિલ્હી, ચાંદની ચોક અને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડવા માટે સંમત થઈ છે, જ્યારે આમ આદમી પાર્ટી નવી દિલ્હી, પૂર્વ દિલ્હી, પશ્ચિમ દિલ્હી અને દક્ષિણ દિલ્હી બેઠકો પરથી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે છેલ્લી બે ચૂંટણીથી દિલ્હીની તમામ સાત સીટો પર ભાજપનો દબદબો છે અને અહીંના તમામ સાંસદો ભાજપના છે.

દિલ્હી સીટોનો ઈતિહાસ

હર્ષ વર્ધન 2019ની લોકસભા ચૂંટણીમાં ચાંદની ચોકથી સાંસદ છે. ઉત્તર પૂર્વ દિલ્હીથી મનોજ તિવારી, પૂર્વ દિલ્હીથી ગૌતમ ગંભીર, નવી દિલ્હીથી મીનાક્ષી લેખી, ઉત્તર પશ્ચિમ દિલ્હીથી હંસ રાજ હંસ, પશ્ચિમ દિલ્હીથી પરવેશ વર્મા અને દક્ષિણ દિલ્હીથી રમેશ બિધુરી સાંસદ છે. હર્ષ વર્ધન 2014થી ચાંદની ચોક સીટ પરથી સાંસદ છે. 2019ની ચૂંટણીમાં તેમને 52.94 ટકા મત મળ્યા અને તેમણે કોંગ્રેસના જયપ્રકાશ અગ્રવાલને હરાવ્યા. પૂર્વ દિલ્હીથી ગૌતમ ગંભીરે AAPના આતિશી અને કોંગ્રેસના અરવિંદર સિંહ લવલીને હરાવ્યા હતા. ગૌતમને 55.35 ટકા વોટ મળ્યા હતા. 2019 માં, મીનાક્ષી લેખીએ નવી દિલ્હી સીટ પર 54.77 ટકા મત મેળવ્યા અને કોંગ્રેસના અજય માકનને હરાવ્યા.

ભાજપના ઉમેદવારોએ કોંગ્રેસના મજબૂત નેતાઓને હરાવ્યા

મનોજ તિવારી ઉત્તર પૂર્વ દિલ્હીથી બે વખત સાંસદ છે. તેમણે 2019ની ચૂંટણીમાં દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતને હરાવ્યા હતા. મનોજ તિવારીને 53.9 ટકા મત મળ્યા હતા. ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં મુકાબલો રસપ્રદ હતો કારણ કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હંસ રાજ હંસને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા અને તેઓ ઉદિત રાજ સામે હતા જેઓ 2014માં ભાજપની ટિકિટ પર આ જ બેઠક પરથી ચૂંટાયા હતા. પરંતુ 2019માં ઉદિતે ભાજપ છોડી દીધું. હંસ રાજ હંસને 60.49 ટકા મત મળ્યા છે.

ભાજપના ઉમેદવારો રેકોર્ડ માર્જિનથી જીત્યા, શું ગઠબંધન કરી શકશે સ્પર્ધા?

બીજી તરફ 2019ની ચૂંટણીમાં દક્ષિણ દિલ્હી સીટ પર ભાજપના રમેશ બિધુરીને 56.58 ટકા વોટ મળ્યા હતા. તેમણે AAPના રાઘવ ચઢ્ઢા અને કોંગ્રેસના વિજેન્દ્ર સિંહને હરાવ્યા હતા. તે જ સમયે, પશ્ચિમ દિલ્હી પરની સ્પર્ધા પણ રસપ્રદ હતી. બીજેપીના પરવેશ વર્માને 60.05 ટકા વોટ મળ્યા અને તેઓ રેકોર્ડ માર્જિનથી જીત્યા. તેમણે કોંગ્રેસના મહાબલ મિશ્રાને સાડા પાંચ લાખથી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Embed widget