Demolition Operation: એક વ્યકિત દીઠ 10થી 15 હજાર વસૂલતો લાલા બિહારી, આ રીતે ઉભું કર્યું કરોડોનું સામ્રાજ્ય
Demolition Operation: તે પાર્કિંગના નામે ઉઘરાણા કરતો હતો. તે ઉપરાંત મહેમુદ પઠાણ વ્યાજનો ધંધો કરતો હતો.

Demolition Operation: અમદાવાદમાં 'મિની બાંગ્લાદેશ' વિરુદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓપરેશન ક્લિન શરૂ કર્યું હતું. ચંડોળા તળાવમાં થયેલા ગેરકાયદે બાંધકામો તોડી પડાશે. ચંડોળા તળાવમાં પોલીસ અને મનપા દ્ધારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને આશરો આપવાનો માસ્ટરમાઇન્ડ મહેમૂદ પઠાણ ઉર્ફે લાલા બિહારીનું ગેરકાયદે ફાર્મ હાઉસ જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. મહેમુદ પઠાણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. એક વ્યકિત દીઠ મહેમુદ પઠાણ 10થી 15 હજાર વસૂલતો હતો.
બાંગ્લાદેશીઓને ફાર્મહાઉસમાં આશરો આપતો
કાળી કમાણીનો કિંગ મહેમુદ પઠાણ ઉર્ફે લાલા બિહારી ગેરકાયદેસર રીતે ફાર્મ હાઉસ બનાવ્યું હતું. તેણે ગેરકાયદેસર ભારત આવતા બાંગ્લાદેશીઓને ફાર્મહાઉસમાં આશરો આપતો હતો. તે ફાર્મ હાઉસમાં ગેરકાયદે પ્રવૃતિ ચલાવતો હતો. આલિશાન ફાર્મ હાઉસમાં મહિલાઓનું શોષણ કરતો હતો.
આ રીતે લાલા બિહારી કરતો કરોડોની કમાણી
CAAના વિરોધ પ્રદર્શન સમયે પોલીસ પર હુમલાનો આરોપી મહેમુદ પઠાણના અનેક કારનામાઓનો એબીપી અસ્મિતા પર પર્દાફાશ થયો હતો. તે પાર્કિંગના નામે ઉઘરાણા કરતો હતો. તે ઉપરાંત મહેમુદ પઠાણ વ્યાજનો ધંધો કરતો હતો. મહેમુદ પઠાણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને બોગસ દસ્તાવેજ બનાવી આપતો હતો. મહેમુદ પઠાણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. એક વ્યકિત દીઠ મહેમુદ પઠાણ 10થી 15 હજાર વસૂલતો હતો. 15 વર્ષમાં દોઢ લાખ સ્કવેર મીટર તળાવમાં બાંધકામ ઉભા કરાયા હતા. તળાવમાં બામ્બુ પર ગેરકાયદે મકાનો બનાવી દેવાયા હતા. બામ્બુ પર તળાવના કારણે અડધુ તળાવ પૂરાઈ ગયું હતું. તે સિવાય લાલા બિહારી લોકો પાસેથી મકાનના ભાડા ઉઘરાવતા હોવાના પુરાવા મળ્યા છે. ફ્લેટની સ્કીમ શરૂ કરી હોવાના પુરાવા પણ એબીપી અસ્મિતા પાસે છે.
હાઇકોર્ટ પહોંચ્યો ડિમોલિશનનો મુદ્દો
ચંડોળા તળાવ મેગા ડિમોલીશનનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. ડિમોલિશનને રોકવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તત્કાલ સુનાવણી અને મનાઈ હુકમની માંગણી સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટમાં તત્કાળ સુનાવણી કરવાની રજૂઆત કરવામાં આવી હતી.
નોંધનીય છે કે અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે. બે દિવસ દરમિયાન 890 બાંગ્લાદેશીને ડિટેઇન કર્યા હતા. જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી.





















