AICC convention: ગુજરાતથી કૉંગ્રેસના નવસર્જનનો પ્રયાસ, સરદારના સાનિધ્યમાં શરૂ થઈ CWCની બેઠક
ગુજરાતમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનથી શરુઆત આજથી થઈ ગઈ છે. આશરે 64 વર્ષ બાદ ગુજરાતમાં આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ: ગુજરાતમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનથી શરુઆત આજથી થઈ ગઈ છે. આશરે 64 વર્ષ બાદ ગુજરાતમાં આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતથી કૉંગ્રેસના નવસર્જનનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરદારના સાનિધ્યમાં CWCની બેઠક શરૂ થઈ છે.કાલે રાષ્ટ્રીય અધિવેશન મળશે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત દેશભરના નેતાઓ અધિવેશનમાં ભાગ લેવા માટે અમદાવાદ પહોંચ્યા છે.
गुजरात में कांग्रेस का ये छठा अधिवेशन है। चार कांग्रेस अध्यक्ष- दादा भाई नौरोजी जी, महात्मा गांधी जी, सरदार पटेल जी और यू.एन. ढेबर जी- गुजरात से ही रहे हैं।
— Congress (@INCIndia) April 8, 2025
गुजरात की धरती ने हमें जिजीविषा और साहस दिया है। हम बापू की सीख को लेकर ही आगे बढ़ रहे हैं।
मैं गुजरात की धरती पर आकर… pic.twitter.com/d2wPH5iLeQ
સરકાર વલ્લભભાઈ પટેલ સ્મારક ખાતે CWCની મહત્વપૂર્ણ બેઠકની શરુઆત થઈ છે. આ બેઠકમાં કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, CPP ચેરપર્સન સોનિયા ગાંધી અને નેતા વિપક્ષ રાહુલ ગાંધી સાથે CWCના સભ્યો હાજર છે.
સરદાર સ્મારક ખાતે CWCની બેઠક
અધિવેશનમાં ભાગ લેવા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી તેઓ સીધા હોટલ હયાત પહોંચ્યા હતા. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી એરપોર્ટથી હયાત હોટલ પહોંચ્યા અને ત્યાંથી સરદાર સ્મારક ખાતે યોજાનારી CWCની બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. સરકાર સ્મારક ખાતે CWCની બેઠક મળી છે. કૉંગ્રેસના ટોચના નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત છે.
9 એપ્રિલે અધિવેશનની બેઠક મળશે
9 એપ્રિલે સવારે 9:30 વાગ્યે અધિવેશનની બેઠક થશે. સૌપ્રથમ ફ્લેગ હોસ્ટિંગ થશે અને બાદમાં એજન્ડા પર ચર્ચા થશે. ઠરાવ પર ચર્ચા થશે. જે નેતાને વિષય પર અભિપ્રાય આપવો હોય તે ચિઠ્ઠી મોકલીને મોકલશે તો તેને તક આપવામાં આવશે.
કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની મહત્વપૂર્ણ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા અને મંથન કરવામાં આવશે. આ દિવસે સાંજે 5 વાગ્યે કોંગ્રેસના તમામ મુખ્ય આગેવાનો અમદાવાદના ઐતિહાસિક ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભામાં ભાગ લેશે. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહેશે.
અધિવેશનના મુખ્ય દિવસ એટલે કે 9 એપ્રિલના રોજ સવારે 9:30 કલાકે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ થશે. આ અધિવેશનમાં દેશભરના કોંગ્રેસના પ્રતિનિધિઓ ભાગ લેશે અને પાર્ટીની ભાવિ રણનીતિ અને કાર્યક્રમો અંગે ચર્ચા કરશે.





















