Ahmedabad: રિવરફ્રન્ટ પર 'રન ફૉર યુનિટી' યોજાઇ, શહેરના 2500 દોડવીરોએ લીધો ભાગ, સીએમે કરાવ્યું ફ્લેગ-ઓફ
Ahmedabad Run For Unity: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વર્ષ ૨૦૧૪થી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે
Ahmedabad Run For Unity: આજે અમદાવાદમાં એક ભારત શ્રેષ્ઠ ભારત - દોડશે અમદાવાદ, જોડાશે ભારત થીમ પર રન ફૉર યુનિટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રીવરફ્રન્ટ ખાતે આયોજિત આ રન ફૉર યુનિટીને ફ્લેગ ઓફ કરાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રન ફૉર યુનિટીનું ફ્લેગ ઓફ કરાવતી વખતે આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું કે, બે દિવસ બાદ અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ એવા પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે, ત્યારે આ વીરપુરુષને ભાવાંજલિ આપવા આજે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રન ફૉર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અને સૌ દોડવીરો એ દેશની એકતા અખંડિતતા અને સુરક્ષા માટે સમર્પિત રહેવાના સામૂહિક શપથ આ એકતા દોડના પ્રારંભે લીધા હતા.
ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, લોહપુરુષ અને દેશની એકતાના શિલ્પી સરદાર સાહેબની દોઢસો મી જન્મ જયંતીની સમગ્ર વર્ષ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભારતના રાજકીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનના સન્માનમાં ૩૧ ઓક્ટોબરના દિવસે ભારતભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વર્ષ ૨૦૧૪થી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે સરદાર વલ્લભભાઈ પટેલે એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબના 'એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્ન'ને સાકાર કર્યું છે.
VIDEO | Gujarat CM Bhupendra Patel flags off 'Run for Unity' in Ahmedabad, marking Sardar Patel's 150th birth anniversary celebrations. Citizens take an oath for national unity and integrity at Sabarmati Riverfront as the nation honors Patel's legacy.
— Press Trust of India (@PTI_News) October 29, 2024
(Source: Third Party)… pic.twitter.com/jPaLeB8UPR
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર આયોજિત આ રન ફૉર યુનિટી અખંડિતતાનું એક પ્રતીક છે. એટલુ જ નહીં, આ દોડ સૌને એકતાના તાંતણે બાંધે પણ છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરિકોને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ૩૧મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ઉજવણી કરવા માટે જીવનના તમામ ક્ષેત્રના લોકોને નજીક લાવીને સંવાદિતા અને એકતાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.
ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના સંદેશ ને સન્માનિત કરવા માટે વિવિધ વય જૂથોના હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં રન ફૉર યુનિટીનું આયોજન કરવામા આવે છે. સમગ્ર ગુજરાતમાં તમામ મ્યુનિસિપલ કૉર્પોરેશન તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રન ફૉર યુનિટીનુ આયોજન કરવામા આવતું હોય છે. આ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દ્વારા રન ફૉર યુનિટીને સાબરમતી રિવર ફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામા આવી હતી. આ દોડ કુલ ૩.૦ કિલોમીટર અંતરની રહી હતી, જેમાં અંદાજિત ૨૫૦૦થી વધુ લોકો જોડાયા હતા. આ રન ફૉર યુનિટીમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સર્વ સાંસદ સભ્ય, સર્વ ધારાસભ્ય તેમજ ડેપ્યુટી મેયર અને કાઉન્સિલરઓ, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, અમદાવાદ કલેક્ટર પ્રવિણા ડી.કે, તેમજ અન્ય મહાનુભાવો, પોલીસના જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
આ પણ વાંચો
Rojgar Mela: PM મોદીએ 51,000થી વધુ ઉમેદવારોને આપી સરકારી નોકરી, આપ્યા જોઇનિંગ લેટર