Rojgar Mela: PM મોદીએ 51,000થી વધુ ઉમેદવારોને આપી સરકારી નોકરી, આપ્યા જોઇનિંગ લેટર
Rojgar Mela: આ નવનિયુક્ત ઉમેદવારો હવે સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં કામ કરશે
Rojgar Mela: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ધનતેરસના દિવસે હજારો ઉમેદવારોને તેમના નિમણૂક પત્રો એટલે કે જોઇનિંગ લેટર સોંપ્યા હતા. આ અવસર પર પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000 થી વધુ પસંદ કરાયેલા ઉમેદવારોને જોઇનિંગ લેટર આપ્યા હતા. આ નવનિયુક્ત ઉમેદવારો હવે સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં કામ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધિત કર્યો હતો
#WATCH | Delhi: PM Narendra Modi to shortly distribute over 51,000 appointment letters under Rozgar Mela via video conferencing pic.twitter.com/7DAd0PFsWp
— ANI (@ANI) October 29, 2024
રોજગાર મેળાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ધનતેરસનો તહેવાર છે અને આ વખતે દિવાળીનો તહેવાર ખૂબ જ ખાસ છે કારણ કે 500 વર્ષ પછી ભગવાન શ્રી રામ અયોધ્યામાં તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે. પોતાના મંદિરમાં બેસીને તેમની પ્રથમ દિવાળીના તહેવારની આ ઉજવણી ખાસ છે. આ રોજગાર મેળામાં 40થી વધુ જગ્યાએ દેશના લાખો યુવાનો સામેલ થયા છે જેમને સરકારી નોકરીઓમાં ભરતી અને નિમણૂક પત્ર આપવામાં આવી રહ્યા છે.
#WATCH | Prime Minister Narendra Modi says, "In this festive atmosphere, today on this auspicious day, appointment letters for government jobs are being given to 51,000 youth in the employment fair. I extend my heartiest congratulations and best wishes to all of you. The process… pic.twitter.com/81VxeTYUxU
— ANI (@ANI) October 29, 2024
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર પ્રસાદે મહત્વની માહિતી આપી
આ રોજગાર મેળાનો કાર્યક્રમ 22 ઓક્ટોબર, 2022થી ચલાવવામાં આવી રહ્યો છે અને આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર પ્રસાદે કહ્યું કે, રોજગાર મેળા મારફતે પીએમ મોદીએ એક બટન દબાવીને એક સાથે 51 હજારથી વધુ લોકોને સરકારી નોકરીમાં જોડવાની સફર પૂર્ણ કરી છે. છે. એક સાથે આટલા લોકોને રોજગારી આપવાનો આ શુભ કાર્યક્રમ આજે ધનતેરસના દિવસે ઉજવવામાં આવી રહ્યો છે.
શોર્ટ ફિલ્મ ટેલિકાસ્ટ થઈ
રોજગાર મેળા કાર્યક્રમ દરમિયાન એક ટૂંકી ફિલ્મ પ્રસારિત કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે રોજગાર, સ્વ-રોજગાર અને સ્ટાર્ટઅપ દ્વારા છેલ્લા 10 વર્ષમાં વિશાળ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારમાં ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવામાં આવી રહી છે અને આ ક્રમમાં દેશભરમાંથી 51 હજાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
નવનિયુક્ત કર્મચારીઓ કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો જેવા કે મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વગેરેમાં સરકારી નોકરીઓમાં જોડાશે.