Rain Forecast: આગામી 5 દિવસ ગુજરાતમાં કેવો પડશે વરસાદ? જાણો હવામાન વિભાગની આગાહી
Rain Forecast: હાલમાં રાજ્યમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. તો બીજી તરફ આગામી સમયામાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
Rain Forecast: હાલમાં રાજ્યમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. તો બીજી તરફ આગામી સમયામાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકથી બે સ્થળે ભારે વરસાદી ઝાપટું પડી શકે છે. હાલ રાજસ્થાન તરફ એક સરક્યુંલેશન સક્રિય છે. આ સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાશે. જો કે, હાલ ભારે વરસાદ પડે તેવી કોઈ પણ સિસ્ટમ સક્રિય નથી.
13 ઓગસ્ટથી દેશના આ રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ દેશના પાંચ રાજ્યોમાં આજે હળવાથી ભારે વરસાદનું અનુમાન છે. પંજાબ, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, આસામના ભાગો અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. બિહારના બાકીના ભાગો, તેમજ પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, તેલંગાણા, કોંકણ અને ગોવા, કોસ્ટલ કર્ણાટક, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં પણ ળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.દક્ષિણ મધ્યપ્રદેશ, ગુજરાત, વિદર્ભ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે ખાસ કરીને પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. 13મી ઓગસ્ટ દરમિયાન ઉત્તરાખંડમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.
10મી અને 13મી ઓગસ્ટે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 13ના રોજ પશ્ચિમી ઉત્તર પ્રદેશ; 10 અને 13 ઓગસ્ટના રોજ પૂર્વ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આગામી 6 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના બાકીના ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. 13મી ઓગસ્ટ દરમિયાન બિહાર, પેટા-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અને 12 અને 13 ઓગસ્ટના રોજ ઝારખંડમાં છૂટાછવાયા ભારે વરસાદ સાથે હળવો/મધ્યમ વ્યાપક વરસાદ થવાની સંભાવના છે. 13મીએ બિહારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે; સિક્કિમમાં 12 અને 13 ઓગસ્ટે ભારે વરસાદ થઈ શકે છે.
અરુણાચલ, મણિપુરમાં વરસાદની આગાહી
અરુણાચલ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.આસામ, મેઘાલય અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી 5 દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. આગામી 7 દિવસ દરમિયાન આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સ્કાયમેટ વેધર અનુસાર, બિહાર, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, પૂર્વ આસામ, અરુણાચલ પ્રદેશ અને પૂર્વ ઉત્તરાખંડના ભાગોમાં ગત દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ થયો હતો. દક્ષિણ કેરળમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.
ગંગાના પશ્ચિમ બંગાળ, ઉત્તરપૂર્વ ભારત, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્રના ભાગો, દરિયાકાંઠાના કર્ણાટક, દક્ષિણ તમિલનાડુ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો તો પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, આંધ્રપ્રદેશના કેટલાક ભાગો, કેરળ, તમિલનાડુ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ગુજરાતમાં અને દરિયાકાંઠાના ઓડિશા, ઉત્તર હરિયાણા, વિદર્ભ અને દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશ હુઈમાં એક કે બે જગ્યાએ હળવા વરસાદની શક્યતા છે.