શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ક્યારે પડશે ભારે વરસાદ ? હવામાન વિભાગે શું કરી છે આગાહી, જાણો વિગતે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયક્લોનિક સરક્યુલેશનના કારણે આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાથી 28, 29 અને 30 જુલાઈના ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદે જમાવટ કરી છે. ગુજરાતમાં આગામી સપ્તાહે મેઘરાજા બરાબર ભીંજવી જશે તેવા એંધાણ મળ્યા છે. હવામાન ખાતાની આગાહી અનુસાર પશ્ચિમ બંગાળના અખાતમાં લો-પ્રેશર સર્જાયું છે અને આ કારણે ગુજરાત સહિત પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં આગામી 27 જુલાઈથી ચાર દિવસ સુધી લાગલગાટ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયક્લોનિક સરક્યુલેશનના કારણે આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાથી 28, 29 અને 30 જુલાઈના ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.
આજે અમરેલીના લાઠી શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જ્યારે સાવરકુંડલાના ઓળિયા ગામે વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા. ઉપરાંત ભાવનગરના ગારીયાધાર સહિત આસપાસના વિસ્તારોમાં બપોર બાદ મેઘરાજાની પધરામણી થતાં લોકોમાં આનંદ છવાયો હતો.
બોટાદના રાણપુર પથકમાં ગાજવીજ સાથે વરસાદ પડતાં ધરતીપુરત્રોમાં આનંદ છવાઈ ગયો હતો. રાણપુર શહેર તેમજ તાલુકાના નાગનેસ, કુંડલી સહિત અન્ય ગામડાઓમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી.
કોહલી હજુ નથી ભૂલી રહ્યો વર્લ્ડકપ સેમિ ફાઇનલ હારનું દુઃખ, ડ્રેસિંગ રૂમના માહોલને લઈ કરી મોટી વાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion