શોધખોળ કરો

Congress national convention live: ‘મોદીજી અંગારો લગાવે છે, RSS તેમાં પેટ્રોલ છાંટે છે’, જાણો કૉંગ્રેસના અધિવેશનમાં ખડગેએ કેમ આપ્યું નિવેદન

Congress national convention live updates: કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં ભવિષ્યના રોડમેપ પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો

Key Events
National Convention Of AICC Congress Deliberates On Ways To Regain Ground Congress national convention live: ‘મોદીજી અંગારો લગાવે છે, RSS તેમાં પેટ્રોલ છાંટે છે’, જાણો કૉંગ્રેસના અધિવેશનમાં ખડગેએ કેમ આપ્યું નિવેદન
કોંગ્રેસ વર્કિગ કમિટી
Source : ફોટોઃ abp asmita

Background

Congress national convention live updates:  કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં ભવિષ્યના રોડમેપ પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિઓ (DCC) ને સશક્ત બનાવવા, જવાબદારી નક્કી કરવા અને આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે તૈયારીઓ સહિત સંગઠનને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. વિસ્તૃત કાર્યકારી સમિતિની આ બેઠકમાં સંમેલનને લગતા પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદમાં 'સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક' ખાતે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટી સંસદીય પક્ષના વડા સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, મહાસચિવ જયરામ રમેશ, મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિ સિંહ ગોહિલ અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

બેઠકમાં અન્ય કયા નેતાઓ હાજર રહ્યા?

કાર્યકારી સમિતિના અન્ય સભ્યો, રાજ્ય કોંગ્રેસ સમિતિઓના પ્રમુખો, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ, રાજ્યોના કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતાઓ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી.

કાર્યકારી સમિતિની બેઠક બાદ અધિવેશન હવે 9 એપ્રિલે યોજાશે. આ અધિવેશન 64 વર્ષ પછી ગુજરાતમાં યોજાઈ રહ્યું છે. આ અધિવેશનની થીમ 'ન્યાય પથ: સંકલ્પ, સમર્પણ, સંઘર્ષ' હશે.

પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે આ અધિવેશન દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિઓ (DCC) ની સત્તાઓ વધારવા, સંગઠન નિર્માણના કાર્યને ઝડપી બનાવવા, ચૂંટણીની તૈયારીઓ અને પદાધિકારીઓની જવાબદારી નક્કી કરવા જેવા નિર્ણયો લેવામાં આવશે. આ સંમેલનમાં પાર્ટીના ટોચના નેતાઓ, કાર્યકારી સમિતિના સભ્યો, વરિષ્ઠ નેતાઓ અને અખિલ ભારતીય સમિતિના સભ્યો હાજરી આપશે.

કોંગ્રેસ અધ્યક્ષે શું કહ્યું?

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને આરએસએસ પર પ્રહારો કરતા કહ્યું કે તેઓ સરદાર પટેલ અને નેહરુ વચ્ચેના સંબંધો અંગે ભ્રમ ફેલાવી રહ્યા છે. દેશને આઝાદી અપાવવામાં અને તેના પુનઃનિર્માણમાં નેહરુ, ગાંધી અને સરદાર પટેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે ખેડૂતોની માંગણીઓને અવગણવામાં આવી રહી છે. આ પટેલનું અપમાન છે.

પ્રિયંકા ગાંધીની બેઠકમાં ગેરહાજરી અંગે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પ્રિયંકાએ કોંગ્રેસ અધ્યક્ષ પાસેથી સંસદ અને અધિવેશનમાં હાજર ન રહેવા માટે રજા માંગી હતી. વિદેશમાં તેમના કેટલાક કાર્યક્રમો પહેલાથી જ નક્કી હતા. એટલા માટે તે હાજર રહ્યા નથી. તેમના સિવાય બીજા ઘણા લોકો હતા, કોઈ એક વ્યક્તિ વિશે પ્રશ્નો ઉઠાવવા યોગ્ય નથી.

15:09 PM (IST)  •  09 Apr 2025

ઇન્દ્રવિજયસિંહ ગોહિલે કહ્યું હતું કે ગુજરાતમાં લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે

કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે કહ્યું હતું કે ગુજરાતમાં લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ અન્યાય યુવાઓને થયો છે. ગુજરાતના યુવાઓનું ભવિષ્ય અંધકારમય કરવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. ભાજપના શાસનમાં ડ્રગ્સનું દૂષણ બેફામ રીતે ફેલાયું છે. સુરત અને રાજકોટમાં લોકો સળગીને મરે છે છતાં તેમના પરિવારને ન્યાય મળતો નથી. મોરબીમાં પુલ પડવાથી, વડોદરામાં બોટ ઉંધી વળતા નાના બાળકોના મૃત્યુ થયા હતા. ભાજપના રાવણરાજથી ગુજરાતની પ્રજા મુક્ત થવા ઈચ્છે છે.

13:51 PM (IST)  •  09 Apr 2025

રાષ્ટ્રીય અધિવેશનમાં કન્હૈયા કુમારે મહત્વનું નિવેદન

રાષ્ટ્રીય અધિવેશનમાં કન્હૈયા કુમારે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે પોતાના મૂળિયા મજબૂત કરવાની જરૂર છે. પહેલા કોંગ્રેસની જવાબદારી દેશ ચલાવવાની હતી, હવે બચાવવાની છે. કોંગ્રેસે પોતાની બદલાયેલી જવાબદારી સમજવી પડશે. જેમણે સંવિધાન બનાવ્યું છે તેમને જ બચાવવું પડશે. કાળી ટોપી પહેરનારા સામે સફેદ ટોપી પહેરનારાઓની લડાઈ છે. ન્યાયના પથ પર ચાલીને જ આપણે દેશને બચાવી શકીશું. MP અને MLA બનવા કરતા ગાંધી અને સરદાર બનવાનો આ સમય છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
Embed widget