શોધખોળ કરો

Navratri 2023: નવરાત્રિમાં ફૂલ બજાર ધમધમ્યુ, ગુલાબથી લઇને ગલગોટાનો શું છે ભાવ, જાણો.....

આસો નવરાત્રિના પ્રારંભને લઇને અમદાવાદનું ફૂલ બજાર ધમધમ્યુ છે. અહીં જુદીજુદી જાતના ફૂલોની માંગમાં જબરદસ્ત વધારો થયો છે.

Navratri 2023: આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. 15 ઓક્ટોબરથી આગામી 23 ઓક્ટોબર સુધી ચાલશે, જ્યારે 24 ઓક્ટોબરે દશેરા મહોત્સવ યોજાશે. પરંતુ આ બધાની વચ્ચે આસો નવરાત્રિના પ્રારંભને લઇને અમદાવાદનું ફૂલ બજાર ધમધમ્યુ છે. અહીં જુદીજુદી જાતના ફૂલોની માંગમાં જબરદસ્ત વધારો થયો છે. ખાસ વાત છે કે, નવરાત્રિ નિમિત્તે માઇભક્તો માતાજીને ફૂલો ચઢાવીને રિઝવવાનો પ્રયાસ કરે છે. જુઓ અહીં અમદવાદના ફૂલ બજારનો નજારો.... 

Navratri 2023: નવરાત્રિમાં ફૂલ બજાર ધમધમ્યુ, ગુલાબથી લઇને ગલગોટાનો શું છે ભાવ, જાણો.....

અમદાવાદમાં નવરાત્રિ નિમિત્તે આજે ફૂલ બજારમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હી છે. નવરાત્રિ આવતા ફૂલોની ડિમાન્ડમાં જબરદસ્ત વધારો થયો છે.

Navratri 2023: નવરાત્રિમાં ફૂલ બજાર ધમધમ્યુ, ગુલાબથી લઇને ગલગોટાનો શું છે ભાવ, જાણો.....

આજથી ગુલાબના ભાવ આસમાને પહોંચ્યા છે. ગુલાબનો ભાવ 200-250 સુધી પહોંચ્યો છે, જે પહેલા 80-100 રૂપિયા હતો. સેવનનો ભાવ 100-150 રૂપિયા જે પહેલા 80 રૂપિયા હતો.

Navratri 2023: નવરાત્રિમાં ફૂલ બજાર ધમધમ્યુ, ગુલાબથી લઇને ગલગોટાનો શું છે ભાવ, જાણો.....

વળી, ગલગોટા ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. અત્યારે ગલગોટાનો ભાવ 20 રૂપિયા કિલો, ડમરો 20-30 રૂપિયા અને લીલી 20 રૂપિયા છે. 

Navratri 2023: નવરાત્રિમાં ફૂલ બજાર ધમધમ્યુ, ગુલાબથી લઇને ગલગોટાનો શું છે ભાવ, જાણો.....

Navratri 2023: નવરાત્રિમાં ફૂલ બજાર ધમધમ્યુ, ગુલાબથી લઇને ગલગોટાનો શું છે ભાવ, જાણો.....

નવરાત્રિનો આજે પ્રથમ દિવસ, આ શુભ મુહૂર્તમાં આ વિધિ વિધાનથી કરો ઘટસ્થાપન

નવરાત્રીના પ્રથમ નોરતે ઘટસ્થાપના કરવાનું હોય છે. જેમાં ગણેશજી, મા દુર્ગા અને ખાસ જળ ભરેલા કળશની સ્થાપના કરવાની હોય છે કેટલાક લોકો જવેરા પણ ઉગાડે છે.  તો 15 ઓક્ટોબરે  એટલે કે આજથી શરૂ થતા નોરતાના પ્રથમ દિવસે ઘટસ્થાપન કેવી રીતે કરશો અને શું છે વિધિ જાણીએ.....

નવરાત્રી વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે. માઘ, ચૈત્ર, અષાઢ અને અશ્વિન મહિનામાં. અશ્વિન નવરાત્રી શારદીય નવરાત્રી તરીકે ઓળખાય છે. શારદીય નવરાત્રીના 9 દિવસે શક્તિ સ્વરૂપ મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા દુર્ગામાં બ્રહ્માંડની તમામ શક્તિઓ છે. નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાની પૂજા કરવાથી દરેક સમસ્યાઓનો નાશ થાય છે. 9 ગ્રહોની અશુભતા દૂર થાય છે. જીવન સુખમય બને છે. શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે શુભ મુહૂર્તમાં ઘટસ્થાપન કરવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રી 15મી ઓક્ટોબરથી શરૂ થશે અને 24મી ઓક્ટોબરે દશેરાના રોજ સમાપ્ત થશે. પ્રથમ દિવસે ઘટસ્થાપનનો શુભ મૂહૂત ક્યાં છે જાણીએ

શારદીય નવરાત્રી

ઘટસ્થાપન માટે શુભ મૂહૂર્ત

અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 14 ઓક્ટોબર 2023ના રોજ રાત્રે 11:24 વાગ્યાથી શરૂ થઇ છે. જે 15 ઓક્ટોબરે બપોરે 12.32 વાગ્યા સુધી ચાલશે.આજે અભિજીત મુહૂર્ત સવારે 11:38 થી 12:23 સુધી છે. આ સમય ઘટની સ્થાપના માટે શુભ છે. આ શુભ સમય દરમિયાન માતા શૈલપુત્રીની પણ પૂજા કરી શકાય છે. પ્રથમ દિવસે એટલે કે પ્રતિપદા તિથિના દિવસે કલશની સ્થાપના કરીને માતા દુર્ગાનું આહ્વાન કરવામાં આવે છે.

કેવી રીતે કરશો ઘટસ્થાપન

  • નવરાત્રીના પહેલા જે સ્થાને પૂજા કરવાની છે, તે સ્થાન પવિત્ર કરો.
  • સ્નાન કર્યાં બાદ પૂજા વિધિ શરૂ કરો.
    પૂજા સમયે  લાલ વસ્ત્રો પહેરો.
  • સૌ પ્રથમ દીપક પ્રગટાવો અને ગણેશ અને મા દુર્ગાનું આહવાન કરો
  • આસન બિછાવો તેના પર   ગણેશજી અને મા દુર્ગાની તસવીર અથવા મૂર્તિની સ્થાપના કરો.
  • બાદ કળશ સ્થાપના માટે તાંબાના કળશમાં જળ ભરો તેમાં સોપારી સિક્કો નાખો
  • કલશને ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવું શુભ માનવામાં આવે છે. 
  • કલશના મુખ પર મૌલી (નાડાછડી) બાંધો. મૌલી સાથે નારિયેળ સાથે લાલ ચુનરી બાંધો. આંબા પાંચ  પાન પર તેને કળશ પર રાખો અને તેના પર આ નારિયેળ મૂકો.
  • હવે મા દુર્ગા ગણેશ અને કળશનું ચંદન ધૂપ દીપ આપીને પુષ્પ અર્પણ કરીને ષોડસોપચારે પૂજા કરો. બાદ થાળ ધરાવો અને આરતી કરો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતની જીત પર પાકિસ્તાનમાં રોવા-ધોવાનું શરૂ, અકળાયેલો આફ્રિદી બોલ્યો- 'મને ખબર જ હતી, નવાઇ નથી...'

Bhupesh Baghel: છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેલ બઘેલના ઘરે EDના દરોડા, 14 લોકેશન પર ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન

Gold Price: હોળી અગાઉ મોંઘા થયા સોના-ચાંદી, હવે આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ ગોલ્ડ

વાલીઓ પરથી ઘટી શકે છે આર્થિક ભારણ, પાઠ્યપુસ્તકો 45 ટકા સુધી થશે સસ્તા
વાલીઓ પરથી ઘટી શકે છે આર્થિક ભારણ, પાઠ્યપુસ્તકો 45 ટકા સુધી થશે સસ્તા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vinchhiya Koli Maha Sammelan : કોળી મહાસંમેલનમાં અમિત ચાવડાએ સરકારને શું આપ્યું અલ્ટીમેટમ?Share Market : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં સારી શરૂઆતCanada PM Mark Carney : માર્ક કાર્ની બનશે કેનેડાના નવા વડાપ્રધાન, જુઓ અહેવાલAhmedabad Hostel Ragging Case : પચ્છમ કુમાર છાત્રાલાયમાં વિદ્યાર્થી સાથે રેગિંગ, વિદ્યાર્થીએ કર્યો મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતની જીત પર પાકિસ્તાનમાં રોવા-ધોવાનું શરૂ, અકળાયેલો આફ્રિદી બોલ્યો- 'મને ખબર જ હતી, નવાઇ નથી...'
ભારતની જીત પર પાકિસ્તાનમાં રોવા-ધોવાનું શરૂ, અકળાયેલો આફ્રિદી બોલ્યો- 'મને ખબર જ હતી, નવાઇ નથી...'
Bhupesh Baghel: છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેલ બઘેલના ઘરે EDના દરોડા, 14 લોકેશન પર ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
Bhupesh Baghel: છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેલ બઘેલના ઘરે EDના દરોડા, 14 લોકેશન પર ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
Gold Price: હોળી અગાઉ મોંઘા થયા સોના-ચાંદી, હવે આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ ગોલ્ડ
Gold Price: હોળી અગાઉ મોંઘા થયા સોના-ચાંદી, હવે આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ ગોલ્ડ
વાલીઓ પરથી ઘટી શકે છે આર્થિક ભારણ, પાઠ્યપુસ્તકો 45 ટકા સુધી થશે સસ્તા
વાલીઓ પરથી ઘટી શકે છે આર્થિક ભારણ, પાઠ્યપુસ્તકો 45 ટકા સુધી થશે સસ્તા
IND vs NZ Final: કોહલી ખિતાબ જીત્યા બાદ મોહમ્મદ શમીની માતાને પગે લાગ્યો, આ રીતે જીત્યું ફેન્સનું દિલ  

શિકાગોથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી, અધવચ્ચેથી પરત ફર્યું વિમાન

ચિકન ખાનારા થઇ જાવ સાવધાન, બર્ડ ફ્લૂને લઇને કેન્દ્ર સરકારે જાહેર કર્યું એલર્ટ

'રેપ સાબિત કરવા માટે પ્રાઇવેટ પાર્ટ પર ઇજા જરૂરી નથી', સુપ્રીમ કોર્ટે 40 વર્ષ જૂના કેસમાં આપ્યો ચુકાદો

Embed widget