શોધખોળ કરો

Gujarat election 2022: ગુજરાત NCP માં ડખાં, જયંત પટેલ સામે પાર્ટીના નેતાઓએ લગાવ્યા ગંભીર આરોપ

Gujarat assembly election 2022: જ્યારથી દેવગઢ બારીયા સીટ પરથી એનસીપીના ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. આજે એનસીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Gujarat assembly election 2022: જ્યારથી દેવગઢ બારીયા સીટ પરથી એનસીપીના ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. આજે એનસીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ત્રણ બેઠક પર ગઠબંધન થયું હતું. દેવગઢ બારીયાની બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો. જે ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું જેને લઈને દેવગઢબારિયા બેઠક પર ભાજપ સાથે એનસીપીએ ગોઠવણ કરી હોવાનો એનસીપીના નેતા વિજય યાદવે આક્ષેપ કરી વિરોધ કર્યો છે.

એનસીપીના ગુજરાતના પ્રમુખ જયંત પટેલ ઉર્ફે બોસ્કી પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. NCPના રાષ્ટ્રીય મહામંત્રી વિજય યાદવએ કહ્યું કે એનસીપીમાંથી દેવગઢબારિયા બેઠક માટે હું છેલ્લા એક બે વર્ષથી મહેનત કરતો હતો અને મારું નામ ઉમેદવાર તરીકે જાહેર થવાનું હતું. જ્યારે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ત્રણ બેઠકો ઉપર ગઠબંધન થયું ત્યારે દેવગઢ બારીયા બેઠક પરથી મારું નામ જાહેર થવાની જગ્યાએ કોઈ બીજાનું નામ જાહેર થયું.  સાથે જ કહ્યું કે, ગુજરાત એનસીપીમાંથી અમે રાજીનામું નહીં આપીએ પરંતુ અમે રાષ્ટ્રીય નેતૃત્વ સુધી અમારી વાત પહોંચાડીશું.

સૌરાષ્ટ્રની આ હાઇ પ્રોફાઇલ સીટ પર ઉમેવારે કર્યો બળદગાડામાં પ્રચાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હાલ પૂરજોશમાં પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે.  ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતને જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ દરમિયાન રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારે અનોખો પ્રચાર કર્યો. રાજકો દક્ષિણથી કોંગ્રેસના ઉમેદવાર હિતેશભાઈ વોરાએ હરિ ઘવા રોડ પર બળદ ગાડામાં પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ નેતાનો અનોખો પ્રચાર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
 
રાજકોટ દક્ષિણ બેઠકમાં ત્રિપાંખીયો જંગ

રાજકોટ દક્ષિણ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે.  દક્ષિણ બેઠકમાં ભાજપના ઉમેદવાર રમેશ ટિલાળા, કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિવલાલ બારસિયા વચ્ચે જંગ છે.

મહેસાણામાં પીએમ મોદીએ શું કહ્યું

પીએમ મોદીએ પાટીદારોના ગઢ મહેસાણામાં પ્રચંડ પ્રચાર કર્યો. મહેસાણા જિલ્લા ભાજપના તમામ ઉમેદવારો પીએમ સાથે મંચ પર હાજર રહ્યા. નીતિન પટેલ સહિતના તમામ નેતાએ પીએમ મોદીને આવકાર્યા. પીએમ મોદીએ કહ્યું, મહેસાણાની માટીએ મને મોટો કર્યો છે એટલે હું તમામ કાર્ય કરી શકું છું. આ ચૂંટણી ન તો નરેન્દ્ર લડે છે ન તો ભૂપેન્દ્ર લડે છે. આ વખતની ચૂંટણી ગુજરાતની જનતા લડે છે. બધે એક જ નારો ગુંજે છે, ફિર એકબાર મોદી સરકાર.

મહેસાણાનો દિકરો હોવાના નાતે મહેસાણા જિલ્લાનો સર્વાંગિક વિકાસ પર ધ્યાન આપ્યું. મહેસાણાની વિરાસત જાળવવાનો પૂરો પ્રયાસ કર્યો. મહેસાણાની રેલ કનેક્ટિવિટી વધારવાનો પ્રયાસ કર્યો. સોલિડ વિઝન સાથે મહેસાણા વિકાસના પંથે અગ્રેસર, મહેસાણા મારું મહેસાણાના લોકો મારા. હું આજે મારા ઘરમાં છું. મહેસાણાના લોકો મહત્તમ મતદાન કરીને રેકોર્ડ તોડશે. મહેસાણાના ગામેગામ ભાજપની જીત નક્કી. મહેસાણા જિલ્લાના વડીલોના આશીર્વાદથી મહેસાણાના દિકરાની કાર્યક્ષમતામાં વધારો થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget