શોધખોળ કરો

રાજ્યના વધુ બે જિલ્લા કોરોનાની ઝપેટમાં આવી ગયા, ગુજરાતના 27 જિલ્લા થયા કોરોનાગ્રસ્ત

વલસાડ પછી તાપીમાં પણ કોરોનાની એન્ટ્રી. મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી. તાપી જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ આવતા વહીવટી તંત્ર તોડતું થયું છે.

અમદાવાદઃ ગુજરાતમાં વધુ બે જિલ્લામાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ છે. રાજ્યના તાપી અને વલસાડ જિલ્લામાં કોરોના વાયરસના પ્રથમ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. તાપી જિલ્લાના વ્યાારા તાલુકાની માયપુર ગામની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે વલસાડના ઉમરગામમાં પહેલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ઉમરગામ તાલુકાના દેહરીના માંગેલવાડના ૩૦ વર્ષના યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વાપીની જનસેવા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. આ સાથે ગુજરાતના કુલ 27 જિલ્લામાં કોરોનાનો પગપેસારો થયો છે. મળતી માહિતી પ્રમાણે મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી. તાપી જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ આવતા વહીવટી તંત્ર તોડતું થયું છે. જોકે, આ પછી આજે વલસાડના ડુંગરી પોલીસના જીઆરડી જવાનને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વલસાડનું તંત્ર દોડતું થયું છે. જીઆરડી જવાનના સંપર્કમાં આવેલ તમામને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખાસેડવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો 21 એપ્રિલ સાંજ સુધીમાં ગુજરાતમાં કુલ દર્દીઓની સંખ્યા1939 પર પહોંચી છે. આજ્યારે રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક 71 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 131 દર્દીઓ સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી. ગઈ કાલે 4212 જેટલા ટેસ્ટ કર્યા છે. 20 એપ્રિલ સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 131 લોકો સ્વસ્થ થઈ ઘરે ગયા છે. 1718 લોકો સ્ટેબલ છે, જ્યારે 19 લોકો વેન્ટીલેટર પર છે. અત્યાર સુધીમાં 33,316 ટેસ્ટ કર્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં જે 34 મૃત્યુ થયા જેમાં 25 મોત હોટસ્પોટ વિસ્તારમાંથી છે. અમદાવાદમાં રાયખડ, જીવરાજપાર્ક, બહેરામપુર, ખોખરા, વસ્ત્રાલ, વાસણા, જમાલપુરના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કર્ફ્યૂ વિસ્તારમાં સૌથી વધુ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આરોગ્ય સચિવ જયંતી રવીએ જણાાવ્યુ હતું, કે કોરોના વાયરસના આંકડાથી ડરવાની જરૂર નથી માત્ર સતર્કતા રાખવી જરૂરી છે. કોરોના વાયરસની સૌથી વધુ ગંભીર સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદ શહેરમાં 1248 કેસ સંક્રમિત છે. જોકે, અમદાવાદમાં કોરોના વાયરસના કેસ પોઝિટિવ આવવાનું એક કારણ એગ્રેસિવ ટેસ્ટિંગ છે. શહેરમાં કોરોનાના કારણે 38 દર્દીના મોત થયા છે. અમદાવાદ ઉપરાંત વડોદરામાં 188, સુરતમાં 269, રાજકોટમાં 38, ભાવનગરમાં 32, આણંદમાં 28, ભરૂચમાં 23, ગાંધીનગરમાં 17, પાટણમાં 15, પંચમહાલમાં 11, બનાસકાંઠામાં 10, નર્મદામાં 12 કેસે નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Embed widget