શોધખોળ કરો
Advertisement
કોરોનાને લઈ અમદાવાદ માટે શું આવ્યા રાહતના સમાચાર ? જાણો
અમદાવાદમાં વધી રહેલા કેસને કારણે માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનની સંખ્યા વધીને 350થી ઉપર પહોંચી ગઇ હતી.
અમદાવાદ: અમદાવાદમાં દિવાળીના તહેવાર બાદ કોરોના સંક્રમણની સ્થિતિ ચિતાજનક બની હતી અને દરરોજ નોંધવામાં આવતા નવા કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો હતો. અમદાવાદમાં વધી રહેલા કેસને કારણે માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનની સંખ્યા વધીને 350થી ઉપર પહોંચી ગઇ હતી. લાંબા સમય બાદ એકપણ માઇક્રો કન્ટેન્મેઇન્ટ ઝોન મુકવામાં નથી આવ્યો.
જો કે હવે અમદાવાદ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માસ્ક નહી પહેરનાર સામેના કેસ, આરોગ્ય વિભાગની કામગીરીને કારણે તંત્રને કારોનાને કાબુમાં લેવામાં નોંધપાત્ર સફળતા મળી છે અને હવે દરરોજ નોંધવામાં આવેલા કેસની સંખ્યા 266 પર પહોંચી છે. ત્યારે શુક્વારે માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનને હટાવવા માટેની મીંટીગ મળી હતી. જેમાં હાલ અસ્તિત્વમાં રહેલા 154 માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન પૈકીના 36 માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનને હટાવવામાં આવ્યા હતા.
જેમાં જોધપુરમાં આવેલા રાજેશ્રી ટાવરના બ્લોક નંબર એ અને બ્લોક નંબર 9, યોગેશ્વર સોસાયટી ઠક્કરબાપાનગર, ભાગ્યોદય સોસાયટી કુબેરનગર, દેવનંદન પાર્ક નિકોલ, ગુર્જર ભવન, નિકોલ, કલસ એવન્યુ,સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આમ, લાંબા સમય બાદ એકપણ માઇક્રો કન્ટેન્મેઇન્ટ ઝોન મુકવામાં નથી આવ્યો. અમદાવાદમાં કોરોના સંક્રમણને લઈ રાહતના સમાચાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રાઇમ
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion