શોધખોળ કરો
Advertisement
નોટોની સમય મર્યાદામાં વધારો કરવા વિચારે કેંદ્ર સરકારઃ ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદઃ રૂપિયા 500 અને 1000ની નોટ પર પ્રતિબંધના મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી થઇ હતી. આ અરજીના પગલે હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. સાથે જ આવશ્યક સેવાઓ માટે 500 અને 1000 રૂપિયાની જૂની નોટ સ્વીકારવાનો સમય વધારવા અંગે કેન્દ્ર સરકાર પુનર્વિચારણા કરે તેવી પણ ટકોર કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રૂપિયા 500 અને 1000ની નોટના મામલે કરેલી જાહેરાત બાદ લોકોને પડી રહેલી હાલાકીના મામલે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી થઇ છે. જેમાં પ્રધાનમંત્રીના નિર્ણય સામે કોઈ વાંધો નથી ઉઠાવાયો, જો કે લોકોને પડતી હાલાકીને જોતા આવશ્યક સેવાઓમાં જૂની નોટ સ્વીકારવા અંગેની સમયમર્યાદા 11 નવેમ્બરના બદલે એક મહિનો વધારવાની માંગણી કરાઈ છે.
આ અરજી રાજકોટના પ્રાચાર્ય દ્વારા કરવામાં આવી છે. આરજી પર પ્રાથમિક સુનવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ અને આર.સુભાષ રેડ્ડી અને ન્યાયાધીશ વિ.એમ પંચોલીની ખંડપીઠે આ વાત કરી હતી. તેમજ કહ્યું હતું કે, તે આ મામલે કોઇ નિર્દેશ નથી આપી રહી પણ લોકોની હેરાન ગતીને જોતા કેંદ્ર સરકારને પાયાની હકિકતથી વાકેફ કરાવી રહ્યા છે. બેંકો અને એટીએમ પર લોકોની લાઇનમાં ઉભા રહિને લોકોને કલાકો સુધઈ હેરાન થવું પડે છે. લોકોની હેરાનગતિને લઇને કેંદ્ર સરકારે વિચાર કરવો જોઇએ. આ મામલે વધુ સુનાવણી 16 નવેમ્બરે થશે.
હાઇકોર્ટે ઉઠાવેલા સવાલો
જયારે કોઈ વ્યક્તિને બાયપાસ સર્જરી કરાવવાની હોય તો શું એ સરકારી હોસ્પિટલ જ શોધવા જશે, કે પછી નજીકની ખાનગી હોસ્પિટલમાં જવાનું પસંદ કરશે?
જો કોઈ વ્યક્તિ નજીકની હોસ્પિટલમાં દાખલ કરાય અને સરકારના નિર્ણયના કારણે તેની સારવાર ના થાય તો શું એવું પગલું ચલાવી લેવું જોઈએ
હાલના તબક્કે આ અરજીમાં કોર્ટ પોતે કોઈ હુકમ પસાર કરવા માંગતી નથી કારણકે આવી જ જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
પણ કેન્દ્ર સરકારે ગ્રાઉન્ડ રિયાલિટીને જોતા અને લોકોની અગવડોને જોતા પોતાની જાતે જ આવશ્યક સેવાઓ અંગે સમય મર્યાદા વધારવી જોઈએ
ખાનગી હોસ્પિટલોમાં પણ ઇમર્જન્સીના કિસ્સાઓમાં જૂની નોટ સ્વીકારવા અંગે પણ કેન્દ્ર સરકારે વિચારવું જોઈએ
એક બાજુ તો લોકો બેન્ક અને એટીએમની બહાર લાઈનમાં પોતાનો નંબર આવે અને પોતે નાણાં ઉપાડી કે બદલાવી શકે તેની રાહ જોઈ રહ્યા છે ત્યારે સામાન્ય જનજીવન પર પડી રહેલી હાલાકીને જોતા કોર્ટની ટકોર બાદ કેન્દ્ર સરકાર શું નિર્ણય લે છે તે મહત્વનું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement