શોધખોળ કરો

કોરોનાને હળવાશથી લેતા લોકો સાવધાન, અમદાવાદમાં કોરોનાના દર્દીઓને થયું જીવલેણ ઇન્ફેક્શન, 20 ટકાના થયા મોત

અમદાવાદમાં કોરોનાના દર્દીઓ મ્યુકર માઈકોસીસ ફંગલની ચપેટમાં આવી રહ્યા છે. અત્યાર સુધી માત્ર સિવિલ હોસ્પિટલમાં જ મ્યુકર માઈકોસીસ ફંગલ ઈન્ફેકશનના ૪૪ દર્દી નોંધાયા છે. જેમાંથી ૨૦ ટકા દર્દીઓના તો મોત થયા છે.

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી પછી કોરોનાએ ઉથલો માર્યા પછી હવે સ્થિતિ ફરી એકવાર કાબૂમાં આવી રહી છે. જેને કારણે ફરી એકવાર લોકો બેદરકાર બન્યા છે અને કોરોનાને હળવાશથી લેવા લાગ્યા છે. જોકે, કોરોનાને હળવાશથી લેવાની જરૂર નથી. કારણ કે, હવે કોરોનાના દર્દીઓને જીવલેણે ઇન્ફેક્શન લાગી રહ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના દર્દીઓ મ્યુકર માઈકોસીસ ફંગલની ચપેટમાં આવી રહ્યા છે. અત્યાર સુધી માત્ર સિવિલ હોસ્પિટલમાં જ મ્યુકર માઈકોસીસ ફંગલ ઈન્ફેકશનના ૪૪ દર્દી નોંધાયા છે. જેમાંથી ૨૦ ટકા દર્દીઓના તો મોત થયા છે. કોરોનાની સારવાર કરી રહેલા ડોકટરો માટે હવે મ્યુકર માઈકોસીસ ફંગલ નામનો રોગ માથાનો દુખાવો બન્યો છે. આ ફંગલ ઈન્ફેકશન આમતો રેર છે. એટલેકે ૫ હજાર લોકોમાં ક્યાંક કોઈ આ ફંગલ ઈન્ફેકશનનો ભોગ બનાતા હોય છે, પણ હવે આ પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળે છે. કોરોનાની સાથે ડાયાબીટસ અને બીપી હોય તેવા દર્દીને તરત આ ફંગલ પોતાની ઝપેટમાં લે છે. છેલ્લા એક મહિનામાં જ ૧૫ કેસ સામે આવ્યા છે અને આનો ડેથરોલ ૫૦ ટકા થઈ ગયો છે. આ ફંગલની ઘાતક વાત એ છે કે આ આંખની નીચે જ્યાં સરદી ભરાતા હોય છે જેને મેડિકલ ભાષામાં સાઈનસ કહેવામાં આવે છે ત્યાંથી આની શરૂઆત થાય છે અને જોત જોતામાં આ ફંગલ દર્દી માટે એટલુ ઘતાક સાબિત થાય છે કે તેની આંખ નિકાળી દેવી પડે છે, આટલુ જ નહિં આ ફંગલ ધીમે ધીમે મગજ સુધી પહોચે છે અને પછી તરત માણસને ખતમ કરી છે. ડોકટરર્સનુ કહેવુ છે કે આ ફંગલ એટલો માટે થાય છે કે કોરોમાં લોકોને સ્ટીરોઈડ આપવામાં આવે છે. બીજી બાજુ કોરોનાના કારણે દર્દીની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થવા લાગે છે ને તરત જ આ ફંગલ તેના પર હાવી થઈ જાય છે અને ધીરે ધીરે તે દર્દીના શરીરની અંદર ગ્રોવ થવા લાગે છે અને હાડકા ખાવાનુ ચાલુ કરી દે છે. આમ ડોકટરનુ માનવુ છે કે આ ફંગલ જ્યારે કોરોના હોતો નથી ત્યારે તેને શરીરમાં ગ્રોવ થતા ૧ મહિનાથી વધારોનો સમય લાગી જતો હતો, પણ હવે આ શરીરમાં ૧ કે ૨ દિવસમાં જ એટલુ જલદી સ્પ્રેડ થાય છે અને લગભગ ૧૦ દિવસની અંદર દર્દી મોતને ભેટે છે. મહત્વની બાબત એ પણ છે કે હજી ધણા ખરા ડોકટર આ ફંગલ ઓળખી પણ નથી શકતા અને તેની સારવાર પણ નથી કરી શકતા એટલે હવે એમ કહી શકાય કે કોરોના અને મ્યુકર માઈકોશીસ બંને લોકો માટે શત્રુ બની બેઠા છે. મ્યુકર માઈકોશીસની એક માત્ર ઈન્જેકશન છે જેને એમફોટોરીશીન બી અને આ ઈનજેકશન સળંગ ૪૨ દિવસ લેવા પડે છે અને આની કિમંત પણ એક ઈનજેકશનના ૧૫થી લઈ ૧૮ હજાર રૂપિયા છે એટલે હવે લોકોએ ખરેખર કોરોનાને હળવાશથી લેવાની જરૂર નથી કોરોની સામે સાવચેતી રાખવી એ ખુબ જરૂરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Embed widget