શોધખોળ કરો

ધંધુકા હત્યા કેસમાં સામે આવ્યું પાકિસ્તાન કનેક્શનઃ મૌલાનાની પૂછપરછમાં શું થયો ધડાકો?

ધંધુકા કિશન હત્યા કેસમાં હવે પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. જમાલપુરના મૌલવી ઐયુબ જાવરાવાલાની પૂછપરછમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો થયો છે.

અમદાવાદઃ ધંધુકા કિશન હત્યા કેસમાં હવે પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. જમાલપુરના મૌલવી ઐયુબ જાવરાવાલાની પૂછપરછમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો થયો છે.  તહેરીક -એ- નમુસ-એ રિસાલત નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. આ સંગઠન પહેલાં તહેરિક એ ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હતું. તેનો પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીકે લબ્બેક સાથે સંબંધ છે. મૌલાના પાકિસ્તાની કટ્ટરવાદી સંગઠનો સાથે જોડાયેલો હોવાનો ખુલાસો થયો છે. કટ્ટરવાદીઓ મુંબઈ, દિલ્લી અને યુપીમાં સંગઠનો ચલાવતા હોવાની માહિતી સામે આવી રહી છે. મસ્જિદની પાછળના ભાગમાંથી પોલીસને બંદૂક અને બાઈક મળી આવી છે. 

આ હત્યા કેસમાં રાજકોટ કનેશનલ સામે આવ્યું છે.  રાજકોટના એક વ્યક્તિએ હથિયાર પુરા પાડયા હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે રાજકોટમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. થોરડા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ હથિયાર આપ્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાયું. મૌલવી હથિયાર આપનાર વસીમ બચાને પણ ઝડપી લેવામાં આવ્યો છે અને તેને અમદાવાદ લાવવા પોલીસની ટીમ રવાના થઈ છે. 

અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસે 3 આરોપીને દબોચી લીધા છે. જેમાં અમદાવાદના એક મૌલવી અને ઈમ્તિયાઝ અને શબ્બીર નામનો આરોપીનો સમાવેશ થાય છે. બાઈક પર આવેલા વ્યક્તિ શબ્બિર અને ઈમ્તિયાઝ હોવાનો ખુલાસો થયો છે. બંને આરોપીઓને અમદાવાદના મૌલવીએ હથિયાર આપ્યા હોવાનો ખુલાસો થયો છે. બંને આરોપીઓ ધંધૂકાના હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. બંને આરોપીઓ દિલ્હીના મૌલાના સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા.

હત્યાનું ષડયંત્ર દિલ્હીના અને અમદાવાદના મૌલવીએ રચ્યૂ હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. કિશન ભરવાડ હત્યા કેસમાં બે મૌલવીની ભૂમિકા સામે આવી છે. બાઈક પર આવેલા વ્યક્તિ શબ્બિર અને ઈમ્તિયાઝ હોવાનો ખુલાસો થયો છે. બંને આરોપીઓને અમદાવાદના મૌલવીએ હથિયાર આપ્યા હોવાનો ખુલાસો થયો છે. 

કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ એક આરોપીનું નામ સામે આવ્યું છે. અન્ય બે વ્યક્તિને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે.   અમદાવાદના મૌલવીએ આરોપીને હથિયાર આપ્યા હોવાનો ખુલાસો થયો છે. બંને આરોપીઓ ધંધૂકાના હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. બંને આરોપીઓ દિલ્હીના મૌલાના સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. બાઈક ચલાવનાર આરોપીનું નામ ઈમ્તિયાઝ ઉર્ફ ઈમ્તુ મહેબૂબ પઠાણ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ એક વર્ષ પહેલા દિલ્હી ખાતેના એક મૌલાનાના સંપર્કમાં આવ્યા હતા. દિલ્હીના મૌલાના ખાસ સંગઠન ચલાવતા હોવાનો ખુલાસો થયો છે. 

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ બંને યુવકોએ કિશનની રેકી કરીને હત્યા કરી હતી. બાઇક ઈમ્તિયાઝ નામનો યુવક ચલાવી રહ્યો હતો તો તેની પાછળ બેસેલા શબ્બીરે કિશન પર ફાયરિંગ કર્યું હતું. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી શબ્બીર કટ્ટર વિચાર ધરાવનારો છે. તે અમદાવાદ અને દિલ્લીના મૌલવીના સંપર્કમાં આવ્યો હતો. બંને મૌલવીઓએ તેને ધર્મની બાબતમાં ઉશ્કેર્યો હતો. એવામાં કિશને 6 જાન્યુઆરીના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી.  જેને લઈ તેની સામે ફરિયાદ દાખલ થઈ હતી.  જો કે, તેને જામીન મળી જતાં શબ્બીર ગુસ્સે ભરાયો હતો. શબ્બીર અમદાવાદના જમાલપુરમાં રહેતા મૌલવી મહંમદ ઐયૂબ યુસુફભાઈ જાવરાવાલાને મળ્યો. આ મૌલવીએ જ કિશનની હત્યા માટે શબ્બીરને એક પિસ્તોલ અને 5 કાર્ટિસની વ્યવસ્થા કરી આપી હતી. બાદમાં શબ્બીરે ઈમ્યિતાઝ સાથે મળી 25 જાન્યુઆરીની સાંજે 5 વાગ્યે કિશનની ધંધુકા શહેરના મોઢવાડાના નાકે ફાયરિંગ કરી હત્યા કરી નાંખી હતી. આ કેસમાં ત્રણેય આરોપીના 5 ફેબ્રુઆરી સુધીના રિમાંડ મંજૂર કરાયા છે.

આ અગાઉ ગઇકાલે  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મૃતક કિશનના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારને સાંત્વના આપી હતી. તેમણે કહ્યું હતું કે, તેમને ન્યાય અપાવીને જ રહી છશે. કિશનને ન્યાય અપાવવા રાજ્ય સરકાર સક્રીય છે. હત્યારાઓ પાછળ જેટલી શક્તિ લાગેલી છે, તેમને છોડવામાં નહીં આવે. ગુજરાતમાં આ પ્રકારની ઘટના બીજીવાર ન બને તે પ્રકારનો દાખલો બેસાડવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget