શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં કોરોનાનો કહેરઃ અમદાવાદમાં વધુ એક દર્દીનું મોત, રાજ્યમાં કુલ 10નાં મોત, જાણો વિગત
અમદાવાદમાં વધુ એક દર્દીનું કોરોનાથી થતાં રાજ્યમાં કુલ મૃત્યુનો આંક 9એ પહોંચ્યો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોના દર્દીઓની સંખ્યા 100ને પાર થઈ ગઈ છે, ત્યારે અમદાવાદમાં આજે વધુ એક દર્દીનું મોત થયું છે. એસવીપી હોસ્પિટલ ખાતે 67 વર્ષીય મહિલાનું મોત થયું છે. ગઈ કાલે અમદાવાદના જ 67 વર્ષીય પુરુષનું સોલા સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. આ દર્દી સોલા સિવિલમાં વેંન્ટિલેટરમાં હતાં. તેમને ડાયબીટીસ અને હાયપર ટેંશનની સમસ્યા પણ હતી. આમ, કોરોનાથી ગુજરાતમાં મોતનો આંકડો 10એ પહોંચ્યો છે.
આ પહેલા ગઈ કાલે સવારે કુલ 8 મુત્યુ થયા હતાં, તેમાં અમદાવાદનાં વધુ બે દર્દી મૃત્યુ પામતા આ સંખ્યા 10એ પહોંચી છે. સરકારે લોકોને અપીલ કરી છે કે આરોગ્યનાં કર્મચારીઓ આવે ત્યારે લોકો સહકાર આપે. આરોગ્યનાં કર્મચારીઓ તમારા માટે છે, તમારા સારા માટે છે. આરોગ્યનાં કર્મચારીઓ સાથે પોલીસનાં જવાનો રહે તેવું કહ્યું છે.
ગુજરાતમાં ક્યાં કેટલા થયા મોત?
અમદાવાદ 5
સુરત 1
વડોદરા 1
ભાવનગર 2
પંચમહાલ 1
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
દુનિયા
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion