શોધખોળ કરો
અમદાવાદઃ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન લીકેજની ઘટના, કોઈ જાનહાનિ નહીં
સવારના સમયે હૃદય કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર લીકેજ થયો હતો. જો કે તાત્કાલિક કોઈ મોટી જાનહાની થાય એ પહેલાં જ તમામ દર્દીઓને બહાર કાઢી લેવામાં આવ્યા અને ઘટના પર કાબુ મેળવી લેવામાં આવ્યો.
અમદાવાદઃ શહેરના ટાગોર હોલની સામે આવેલ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરમાં લીકેજની ઘટના બની છે. જોકે, મોટી જાનહાની થતાં અટકી છે. સવારના સમયે હૃદય કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર લીકેજ થયો હતો. જેના કારણે દર્દીઓના જીવ તાળવે ચોટી ગયા હતા. જો કે તાત્કાલિક કોઈ મોટી જાનહાની થાય એ પહેલાં જ તમામ દર્દીઓને બહાર કાઢી લેવામાં આવ્યા અને ઘટના પર કાબુ મેળવી લેવામાં આવ્યો. જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. આ દુર્ઘટનામાં કોઈ જનહાનિ ન થઈ હોવાનું હોસ્પિટલ સત્તાધીશો દાવો કરી રહ્યા છે.
મળતી વિગતો પ્રમાણે આ કોવિડ હોસ્પિટલમાં 21થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. ઓકસીજનના સિલિન્ડર હોસ્પિટલના પાર્કિંગમાં મૂક્યા ત્યાં જ લીકેજની ઘટના બની હતી. જોકે, ફાયર બ્રિગેડની ટીમની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ફાયરની ટીમ પહોંચી એટલે તેમણે તરત જ લીકેજ થયો તે સિલિન્ડર ને અલગ કરી દિધો હતો. 4 ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement