શોધખોળ કરો

પાકિસ્તાની યુવતીને અમદાવાદી યુવક સાથે થયો પ્રેમ, પ્રેમી યુવતીને ગેરકાયદેસર રીતે કઈ રીતે લાવ્યો ભારત ? પછી લવ સ્ટોરીમાં શું આવ્યો ટ્વિસ્ટ ?

પાકિસ્તાનના લાહોરની વતની કેરોલ નામની યુવતી સોશિયલ મીડિયાથી અમદાવાદમાં રહેતા સુજીતના સંપર્કમાં આવી હતી અને બંને પ્રેમમાં પડ્યા હતા. કેરોલના પ્રેમમાં પાગલ સુજીત પાકિસ્તાન પહોંચી ગયો હતો અને ત્યાંથી તેને લઈ નેપાળ ગયો હતો અને નેપાળથી ભારતમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.

અમદાવાદઃ પાકિસ્તાની યુવતી અને અમદાવાદી યુવકની અનોખી પ્રેમકહાની સામે આવી છે. પ્રેમમાં પાગલ અમદાવાદનો યુવક પાકિસ્તાનથી મહિલાને ગેરકાયદે ભારતમાં લઈ આવ્યો હતો અને તેની સાથે લગ્ન કરીને અમદાવાદમાં રહેતો હતો. જોકે, પતિનું કોરોનાથી મોત થયા પછી પહેલી પત્નીના ભાઈએ ભાણેજનો કબ્જો મેળવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને સીઆઇડી ક્રાઇમ, આઇબી અને ગૃહ વિભાગમાં અરજી કરતાં તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અંગેની વિગતો એવી છે કે, મૂળ પાકિસ્તાનના લાહોરની વતની કેરોલ નામની યુવતી સોશિયલ મીડિયાથી અમદાવાદમાં રહેતા સુજીતના સંપર્કમાં આવી હતી અને બંને પ્રેમમાં પડ્યા હતા. કેરોલના પ્રેમમાં પાગલ સુજીત પાકિસ્તાન પહોંચી ગયો હતો અને ત્યાંથી તેને લઈ નેપાળ ગયો હતો અને નેપાળથી ભારતમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. આ પછી કેરોલ અને સુજીતે કચ્છમાં લગ્ન કરી લીધા હતા અને અમદાવાદના નવરંગપુરામાં બંને સાથે રહેતા હતા. તેઓ વર્ષ 2018તી સાથે રહેતા હતા. જોકે, ચાર મહિના પહેલા સુજીતનું કોરોનાથી મોત થયું હતું. કેરોલના અગાઉ લગ્ન થઈ ગયા છે અને તે સાથે બે બાળકો લઈને આવી હતી. તેના પાકિસ્તાનમાં છૂટાછેડા થયેલા છે. સુજીતના પણ છૂટાછેડા થયેલા હતા. તેને પણ એક દીકરી હતી, જે તેમની સાથે જ રહેતી હતી. સુજીતના નિધન પછી પૂર્વ પત્નીના સાળાએ ભાણેજનો કબ્જો મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમજ તેણે પોલીસમાં પણ અરજી કરી હતી અને કેરોલ પાકિસ્તાની હોવાનું અને અહીં ગેરકાયદે વસવાટ કરતી હોવાનું જણાવ્યું હતું. તેમજ કેરોલ પાસે તેની ભાણેજ હોવાનું અને તેનો કબ્જો અપાવવા માટે ભલામણ કરી હતી.
આ પછી એટીએસની તપાસમાં સમગ્ર ઘટના સામે આવી હતી અને તે મૂળ પાકિસ્તાની હોવાનું ખૂલ્યું હતું. કેરોલની નકલી દસ્તાવેજ અંગે પૂછપરછ કરતાં તેણે સુજીત પર દોષનો ટોપલો ઢોળી દીધો હતો. હાલ, તો પોલીસે કેરોલની ધરપકડ કરી છે. ઘરમાં તપાસ કરતાં 3 લોકર મળી આવ્યા છે. કેરોલના પિતા પાકિસ્તાની સરકારમાં કર્મચારી હતા પણ કેરોલને અનાથ આશ્રમમાં મૂકી દીધી હતી. જે બાદ તેના પ્રથમ લગ્નમાં છુટાછેડા થઈ ગયા હતા. આ પછી તે સુજીત સાથે લગ્ન કરીને અમદાવાદમાં રહેતી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget