શોધખોળ કરો
Advertisement
અમદાવાદ શહેરના આ વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હોવાની આશંકાને લઈ લોકોમાં ફફડાટ
મહત્વનું છે કે, રાજયમાં 33માંથી 17 જેટલા જિલ્લાઓમાં દીપડાઓ દેખા દઈ ચૂક્યા છે. થોડા સમય પહેલા ગાંધીનગર સચિવાલય સુધી પણ દીપડો પહોંચ્યો હતો.
અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલ અને આસપાસના વિસ્તારમાં દીપડાના ફૂટમાર્ક જોવા મળતા વનવિભાગની ટીમ એલર્ટ બની છે. આ વિસ્તારમાં દીપડાની હાજરીની આશંકાના પગલે વનવિભાગે અમદાવાદની જનતાને સતર્ક કરી છે. .વનવિભાગની ટીમે વસ્ત્રાલ અને આસપાસના વિસ્તારમાં લોકોને બહાર નહીં સુવા અપીલ કરી છે.
રાત્રી દરમિયાન અવરજવર સમયે પણ સાવચેતી રાખવા અપીલ કરવામા આવી છે. અગત્યના કામ માટે બહાર જવાનું થાય તો સાથે ટોર્ચ અને અવાજ થાય તેવી વસ્તુ સાથે રાખવા અપીલ કરાઈ છે. આ વિસ્તારમાં દીપડાની હાજરી જોવા મળે તો તાત્કાલીક ફોરેસ્ટ વિભાગને જાણ કરવા અપીલ કરવામા આવી છે.
મહત્વનું છે કે, રાજયમાં 33માંથી 17 જેટલા જિલ્લાઓમાં દીપડાઓ દેખા દઈ ચૂક્યા છે. થોડા સમય પહેલા ગાંધીનગર સચિવાલય સુધી પણ દીપડો પહોંચ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement