(Source: ECI/ABP News/ABP Majha)
"પોલીસે માંગ્યું હેલ્મેટ પબ્લિકે આપ્યા આવા જવાબ"
અમદાવાદમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજી લોકોને હેલ્મેટ પહેરવા માટે સલાહ આપવામાં આવે છે. સલાહ બાદ પણ હેલ્મેટ ન પહેરતા હોય તેવા ટુ વ્હીલર ચાહકોને દંડ ફટકારવાનું શરુ કર્યું છે.
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે સરકારને ટ્રાફિક બાબતે ઊધડો લીધા બાદ રાજ્ય સરકાર સ્કૂટર અને બાઇક યુઝર્સ સામે કડક કાર્યવાહી શરુ કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા ફોર વ્હીલર અને ટૂવ્હીલર ચાલકોને ટ્રાફિક નિયમોના ભંગ બદલ ભારે દંડ આપવાનું શરુ કર્યું છે. ખાસ કરીને જે લોકો હેલ્મેટ વગર ટુ-વ્હીલર ચલાવે છે, તેમને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટે ટુ વ્હીલર ચાલકોની સાથોસાથ તેની પાછળ બેસેલા લોકોએ પણ હેલ્મેટ ફરજિયાત પહેરવાના નિયમનો કડકાઈથી અમલ કરવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ ફરીથી હેલ્મેટનો મામલો ચર્ચામાં આવ્યો છે. અમદાવાદમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજી લોકોને હેલ્મેટ પહેરવા માટે સલાહ આપવામાં આવે છે. સલાહ બાદ પણ હેલ્મેટ ન પહેરતા હોય તેવા ટુ વ્હીલર ચાહકોને દંડ ફટકારવાનું શરુ કર્યું છે.
ટુ વ્હીલર પર હેલ્મેટ ન પહેરનારા લોકો જાતે કરી પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે. પોલીસ જ્યારે ટુવ્હીલર ચાલકોને પકડે છે ત્યારે તેઓ પોલીસથી બચવા અને દંડ ન ભરવો હોય તે માટે પોલીસકર્મીઓને અલગ-અલગ બહાનાબાજી કરતા હોય છે. આ પ્રકારના બહાના અંગે અમે તમને વિગતવાર જણાવી રહ્યા છીએ, જે વાંચીને તમે પણ એક વખત લોટપોટ થઈ જશો.
1. હેલ્મેટ માફક નથી આવતું ડોક્ટરે ના પાડી છે
2. અહીં આટલામાં જ શાકભાજી લેવા ગયો હતો એટલે
3. હેલ્મેટ પહેરવાથી માથું દુખે છે અને ચક્કર આવે છે
4. કોઈ નથી પહેરતું એટલે હું પણ નથી પહેરતો
5. નવો કાયદો ક્યારથી આવ્યો ?
6. પહેરવું ન પહેરવું એ મારી સ્વતંત્રતા છે
7. હું તો રોજ હેલ્મેટ વગર જ નીકળીશ ભલે 500 રૂપિયા આપી દઈશ
8. હેલ્મેટ સાચવવામાં તકલીફ પડે છે ઓફિસમાં ક્યાં રાખવું
9. બાઈક સાથે હેલ્મેટ રાખવાથી હેલ્મેટની ચોરી થઈ જાય છે
10. હેલ્મેટ પહેર્યું હોય તો પણ નસીબમાં મોત લખ્યું હોય તો કોઈ બચાવી ન શકે
11. હેલ્મેટ પહેરવાથી વિઝન ક્લિયર નથી આવતું
12. હેલ્મેટથી પાછળના લોકો હોર્ન મારે છે તે સંભળાતું નથી
13. હેલ્મેટના લીધે ડાબી જમણી બાજુ જોવામાં તકલીફ પડે છે
14. હું હેલ્મેટ પહેરું છું ત્યારે મારું એક્સિડન્ટ થાય છે
15. હેલ્મેટ સાથે છે પણ પહેરતો નથી અનકમ્ફર્ટેબલ લાગે છે
16. હું સિનિયર સિટીઝન છું એટલે મારે હેલ્મેટનો પહેરવાનું હોય
17. માથામાં ટાલ છે એટલે હેલ્મેટ લાગે છે
18. હમણાથી બીમાર છું એટલે હેલ્મેટ નથી પહેરતો
19. છોકરા સાચવવા કે હેલ્મેટ સાચવવું
20. પાછળ બેસનાર ને હેલ્મેટની શું જરૂર ડ્રાઇવર પૂરતું મર્યાદિત છે
21. હાઇકોર્ટે કહ્યું છે એટલે થોડા દિવસ પહેરશું
22. તમામ માણસો પહેરી શકે તેટલા હેલ્મેટ જ માર્કેટમાં અવેલેબલ નથી
23. હું બહારગામથી આવું છું એટલે મને અમદાવાદના નિયમની ખબર નહોતી
24. અમારા જિલ્લામાં તો હેલ્મેટનું કોઈ પૂછતું નથી
25. ચોમાસાના કારણે નથી પહેરતા
26. કામે જવામાં ખૂબ ઉતાવળ હતી એટલે ભૂલથી હેલ્મેટ રહી ગયું
27. હેલ્મેટ પહેરવામાં સમય લાગતો હતો અને કોલેજ જવાનું મોડું થતું હતું
28. મહિલાએ પણ હેલ્મેટ પહેરવાના છે ?
29. શ્વાસ લેવામાં તકલીફ થાય છે મુંજારો થાય છે
30. પાન-માવા ખાતા હોય થુંકવામાં તકલીફ પડે છે
31. સારી ક્વોલિટીના હેલ્મેટ ક્યાંય મળતા જ નથી
32. હેલ્મેટ બનાવતી કંપનીની આ ચાલ લાગે છે
33. દિવસમાં નાના મોટા અનેક કામ કરવા માટે ઘરેથી નીકળતા હોઈએ દરેક વખતે હેલ્મેટ થોડું પહેરવાનું હોય નજીકમાં
34. હેલ્મેટ પહેરાવો એટલે એકસીડન્ટ થશે જ નહીં અને જીવ બચી જશે એવી ગેરંટી આપો છો ?
35. ઘરે બધા વચ્ચે એક જ હેલ્મેટ છે એટલે કોઈ એક જ પહેરી શકે
36. પોલીસ અમને હેરાન કરવા માટે હેલ્મેટના કેસ કરે છે હેલ્મેટ એટલું જરૂરી નથી
37. પહેલા રોડ સારા બનાવો પછી હેલ્મેટના દંડ આપજો
એબીપી અસ્મિતા પણ તમને એક જાગ્રૃત નાગરિક તરીકે પોલીસને સહકાર આપી ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણ પાલન કરવાનો આગ્રહ કરે છે. પોતાના જીવ ઉપરાંત લોકોના મોતનું કારણ ન બનીએ તે માટે આપણે સ્વયં જાગૃત બનવું પડશે.