શોધખોળ કરો

Ahmedabad: પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા, સોમવારે શપથ ગ્રહણમાં લેશે ભાગ

અમદાવાદ: સોમવારના રોજ ગુજરાતમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. સોમવારે ભુપેન્દ્ર પટેલ સીએમ પદના સપથ લેશે. આ ઉપરાંત અન્ય મંત્રીઓ પણ શપથ લેશે.

અમદાવાદ: સોમવારના રોજ ગુજરાતમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. સોમવારે ભુપેન્દ્ર પટેલ સીએમ પદના સપથ લેશે. આ ઉપરાંત અન્ય મંત્રીઓ પણ શપથ લેશે. આ શપથ ગ્રહણમાં ભાગ લેવા માટે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા છે. પીએમ મોદીનું એરપોર્ટ પર સ્વાગત કરવા માટે  ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, શહેર પોલીસ કમિશ્નર, મેયર અને ડીજીપી આશિષ ભાટિયા એરપોર્ટ પર હાજર રહ્યા હતા. પીએમ મોદી આજે રાજભવનમાં રાત્રી રોકાણ કરશે અને સવારે શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે.

શપથગ્રહણ પહેલા સીઆર પાટીલના નિવાસસ્થાને નેતાઓનો જમાવડો

સોમવારના રોજ ગુજરાતમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. ક્યા ધારાસભ્યને મંત્રીપદ મળશે તેને લઈને હાલમાં અનેક અટકળો ચાલી રહી છે. આ બધાની વચ્ચે ગુજરાતના અનેક નેતાઓ બીજેપીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળવા તેમના ગાંધીનદર સ્થિત નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે.  સાંસદ રામ મોકરીયા પાટીલને મળવા પહોંચ્યા હતા.  ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલના નિવાસસ્થાને ફરી નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો.

આ ઉપરાંત સુરતના ધારાસભ્ય કાંતિ બલર, પ્રવીણ ઘોઘારી,  લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરી અને અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ સીઆર પાટીલને મળવા પહોંચ્યા હતા.

આવતીકાલે ભૂપેન્દ્રભાઇ પટેલ સરકારની શપથવિધિ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ આવતીકાલે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સહિત નવા મંત્રીઓનો શપથવિધિ સમારોહ યોજાશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ માટે ત્રણ વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. શપથવિધિ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, ગુજરાતના સંસદસભ્યો ઉપરાંત મંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

શપથવિધિ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેનાર પ્રધાનમંત્રીના સ્વાગતની પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટથી હેલિપેડ ગ્રાઉન્ડ સુધી રોડ શો પણ કરે તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર રોડ પર માનવ મહેરામણ ઉમટે તે માટે સંગઠનના પદાધિકારીઓને જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે. તો સાથે જ હેલિપેડ ગ્રાઉન્ડ પર સાધુ સંતો, ઉદ્યોગપતિઓ, કલાકારો ઉપરાંત અન્ય મહાનુભાવોને બેસવા માટે સ્ટેજ સહિત અલગ વ્યવસ્થા ગોઠવામાં આવી છે. કમલમથી પ્રદેશ સંગઠનના પદાધિકારીઓથી માંડીને જિલ્લા, તાલુકાના હોદ્દેદારોને શપથવિધીમાં હાજરી આપવા સૂચના અપાઈ છે. એટલુ જ નહીં, શપથવિધિ કાર્યક્રમ માટે ગાંધીનગરમાં મોટો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

શપથવિધિ સમારોહમાં આસામ, ગોવા, હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઈટની અવરજવરમાં વધારો જોવા મળે છે. સીઆઈએસએપ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ અને સ્થાનિક પોલીસ પણ એરપોર્ટમાં આવતા તમામ લોકો પર ચાંપતી નજર રાખશે. આ ઉપરાંત શપથવિધિને પગલે નો ડ્રોન ફ્લાય ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે.

શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નેતૃત્વ સાથે નવા મંત્રીમંડળને લઈને દિલ્હીમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ચર્ચા કરી હતી.  સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર શપથવિધિ સમારોહમાં 18થી 20 ધારાસભ્યોને મંત્રીના શપથ અપાવવાને લઈને બેઠકમાં ચર્ચા થઈ હતી.  સાથે જ વિધાનસભાના અધ્યક્ષ અને વિધાનસભા પક્ષના દંડક મુદ્દે પણ ચર્ચા થઇ હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનો નવા મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે.  તો અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી, કિરીટ પટેલનું મંત્રી બનવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.  

હર્ષ સંઘવી, મનીષાબેન વકીલ પણ મંત્રીપદના શપથ લેવડાવવામાં આવે તેવુ નક્કી માનવામાં આવી રહ્યું છે. તો જગદીશ પંચાલ, જયેશ રાદડીયા, કનુ દેસાઈને પણ મંત્રી બનાવવામાં આવશે. રિવાબા જાડેજા, અનિરૂદ્ધ દવેનો પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાંથી કુંવરજી બાવળીયા, પરસોત્તમ સોલંકી અથવા તો હીરા સોલંકી ત્રણમાંથી કોઈ એકને મંત્રીપદ મળી શકે છે.  સાથે જ નરેશ પટેલ અથવા તો ગણતપ વસાવા પણ મંત્રી બની શકે છે. તો ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાને કેબિનેટ મંત્રી અથવા તો વિધાનસભાના અધ્યક્ષ બનાવી શકાય છે. રાઘવજી પટેલને પણ ફરી એકવાર મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. નવા મંત્રીમંડળમાં પાંચથી સાત પાટીદારોને સ્થાન મળી શકે છે. તો સાત પાટીદાર મંત્રી બનાવાય તો ચાર લેઉવા અને ત્રણ કડવા પાટીદારને સ્થાન મળી શકે છે. આ સિવાય નિમિષાબેન સુથાર અથવા દર્શના દેશમુખને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. ભરૂચના રમેશ મિસ્ત્રીને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પીએમ મોદી અમેરિકા પહોંચ્યા, સ્વાગતમાં રાષ્ટ્રપતિ બાઈડેને 'એક્સ' પર કરી પોસ્ટ, જાણો શું લખ્યું
પીએમ મોદી અમેરિકા પહોંચ્યા, સ્વાગતમાં રાષ્ટ્રપતિ બાઈડેને 'એક્સ' પર કરી પોસ્ટ, જાણો શું લખ્યું
માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2 અને વર્ગ-3 ઇજનેરોની સાગમટે બદલીના આદેશ
માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2 અને વર્ગ-3 ઇજનેરોની સાગમટે બદલીના આદેશ
બેંગલુરુમાં જધન્ય હત્યાકાંડ, મહિલાના 32 ટુકડા કરી ફ્રિજમાં મુકી દીધા અને પછી....
બેંગલુરુમાં જધન્ય હત્યાકાંડ, મહિલાના 32 ટુકડા કરી ફ્રિજમાં મુકી દીધા અને પછી....
'BJP મારા નિવેદન પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે', શીખો પર ટિપ્પણી વિવાદમાં FIR થઈ તો રાહુલ ગાંધીએ તોડ્યું મૌન
'BJP મારા નિવેદન પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે', શીખો પર ટિપ્પણી વિવાદમાં FIR થઈ તો રાહુલ ગાંધીએ તોડ્યું મૌન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 'માફિયા રાજ' સરકાર લાચાર?Hun To Bolish | હું તો બોલીશ | કેમ વધી ગુના ખોરી?બોટાદના ઢસામાં શિક્ષણજગતને શર્મસાર કરતો કિસ્સો,શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાંનો વીડિયો વાયરલગોધરાની કાજીવાડા મિશ્ર શાળામાં વિદ્યાર્થીનીનું દાઝતા આજે સારવાર દરમિયાન મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદી અમેરિકા પહોંચ્યા, સ્વાગતમાં રાષ્ટ્રપતિ બાઈડેને 'એક્સ' પર કરી પોસ્ટ, જાણો શું લખ્યું
પીએમ મોદી અમેરિકા પહોંચ્યા, સ્વાગતમાં રાષ્ટ્રપતિ બાઈડેને 'એક્સ' પર કરી પોસ્ટ, જાણો શું લખ્યું
માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2 અને વર્ગ-3 ઇજનેરોની સાગમટે બદલીના આદેશ
માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2 અને વર્ગ-3 ઇજનેરોની સાગમટે બદલીના આદેશ
બેંગલુરુમાં જધન્ય હત્યાકાંડ, મહિલાના 32 ટુકડા કરી ફ્રિજમાં મુકી દીધા અને પછી....
બેંગલુરુમાં જધન્ય હત્યાકાંડ, મહિલાના 32 ટુકડા કરી ફ્રિજમાં મુકી દીધા અને પછી....
'BJP મારા નિવેદન પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે', શીખો પર ટિપ્પણી વિવાદમાં FIR થઈ તો રાહુલ ગાંધીએ તોડ્યું મૌન
'BJP મારા નિવેદન પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે', શીખો પર ટિપ્પણી વિવાદમાં FIR થઈ તો રાહુલ ગાંધીએ તોડ્યું મૌન
Pitru Paksha 2024: પિંડ દાન, શ્રાદ્ધ અને તર્પણ એક જ નથી, જાણો ત્રણેયનો તફાવત અને તેની વિધિ
Pitru Paksha 2024: પિંડ દાન, શ્રાદ્ધ અને તર્પણ એક જ નથી, જાણો ત્રણેયનો તફાવત અને તેની વિધિ
બાયોડેટા તૈયાર રાખો! 70000 ફ્રેશર્સની ભરતી કરશે ટોપ આઈટી કંપનીઓ, જાણો કઈ સ્કિલની સૌથી વધુ માંગ છે
બાયોડેટા તૈયાર રાખો! 70000 ફ્રેશર્સની ભરતી કરશે ટોપ આઈટી કંપનીઓ, જાણો કઈ સ્કિલની સૌથી વધુ માંગ છે
બોટાદના ઢસામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાંનો વીડિયો વાયરલ, ફરિયાદ નોંધાઈ
બોટાદના ઢસામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાંનો વીડિયો વાયરલ, ફરિયાદ નોંધાઈ
Delhi CM Oath Ceremony: આતિશીએ દિલ્હીના સીએમ પદના શપથ લીધા, આ ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું
Delhi CM Oath Ceremony: આતિશીએ દિલ્હીના સીએમ પદના શપથ લીધા, આ ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું
Embed widget