(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: દિલ્હી જતા પહેલા PM મોદીએ જાપાની કંપનીના CEO સાથે કરી મુલાકાત
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થયા છે. ગિફ્ટ સિટીમાં બેઠક પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા છે. તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જાપાની કંપનીનાં CEO સાથે બેઠક કરી હતી.
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થયા છે. ગિફ્ટ સિટીમાં બેઠક પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા છે. તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જાપાની કંપનીનાં CEO સાથે બેઠક કરી હતી. રેનશન ઇલેક્ટ્રોનિક્સ કંપનીના સીઈઓ તોસી શિબાતા સાથે પીએમ મોદીએ બેઠક કરી હતી. સેમિકન્ડક્ટર્સની દુનિયામાં હાલની ટેકનોલોજી અને ઇનોવેશન અંગે ચર્ચા કરી હતી. ભારતની પ્રગતિને લગતા પાસાઓની ચર્ચા કરી હતી. રેનશન ઇલેક્ટ્રોનિક્સ કંપની ગુજરાતમાં રોકાણ કરે તેવી પુરી શક્યતા છે.
Had a productive meeting with Mr. Toshi Shibata, CEO of @RenesasGlobal. We discussed aspects relating to tech, innovation and India’s strides in the world of semiconductors. https://t.co/6eJRtkzcZ0
— Narendra Modi (@narendramodi) May 12, 2023
અમૃત આવાસોત્સવ કાર્યક્રમનું વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશનો સતત વિકાસ અમારા માટે મહાયજ્ઞ સમાન છે. ગુજરાતના 25 લાખ લાભાર્થીઓનો આયુષ્યમાન કાર્ડ અપાયા છે. બે લાખ ગર્ભવતી મહિલાઓને પીએમ માતૃ વંદના યોજનાનો લાભ મળ્યો છે. નવી સરકાર બન્યા બાદ ગુજરાતમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું છે. ગુજરાતની ડબલ એન્જિન સરકાર ડબલ ગતિથી કામ કરી રહી છે . એક સમયે જીવનની મૂળભૂત જરૂરિયાતો માટે લોકોને તરસાવવામાં આવ્યા છે. એક સમયે દેશના લોકોમાં નિરાશા હતી. પરંતુ હવે લોકો એ નિરાશાથી બહાર નીકળી રહ્યા છે. દેશની સરકાર યોજનાઓથી લોકોના જીવન બદલી રહી છે.
'બાળપણના મિત્રોને સીએમ હાઉસ પર બોલાવવાની મારી ઇચ્છા'
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પરિવારથી બહાર શિક્ષક એ પહેલો વ્યક્તિ હોય છે જેની સાથે તે વધુ સમય વિતાવે છે. અંગ્રેજી માહોલથી ગ્રામ્ય વિસ્તારોના શિક્ષકોની નોકરી ખતરામાં આવી છે. તેમણે કહ્યું હતું કે બાળપણના મિત્રોને સીએમ હાઉસ પર બોલાવવાની મારી ઇચ્છા છે. આજે પણ મારા શિક્ષકો સાથે હું જીવન સંપર્કમાં છું. મારા બધા જ શિક્ષકોએ મળીને મને ઘણો આનંદ થયો છે. સ્કૂલોના જન્મદિવસ ઉજવીને જૂના શિક્ષકો અને વિદ્યાર્થીઓને બોલાવો છે. દરેક સ્કૂલના સંચાલકોએ સ્કૂલનો જન્મદિવસ ઉજવવો જોઇએ. સરકાર બાળકોના પોષણ પર ખૂબ જ ધ્યાન આપી રહી છે. બાળક ભૂખ્યો જ રહે તે માટે દરેક સમાજે વિચારવું જોઇએ. મીડ ડે મિલથી બાળકમાં દરેક સંસ્કાર જોડાઇ જશે. બદલાવ લાવવાનું કામ શિક્ષણ સારી રીતે કરી શકે છે.