PM મોદીને એરપોર્ટ પર આવકારવા કયા એક જ મંત્રીને રખાયા હાજર, બીજું કોણ રહ્યું હાજર? જુઓ તસવીરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવી પહોંચ્યા છે અને અમદાવાદમાં અત્યારે પીએમ મોદીનો ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર ભાજપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું.
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવી પહોંચ્યા છે અને અમદાવાદમાં અત્યારે પીએમ મોદીનો ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર ભાજપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, અમદાવાદના મેયર કિરીટ પરમાર અને મંત્રી જગદીશ પંચાલ હાજર રહ્યા હતા. મોદીને આવકારવા માટે એરપોર્ટ પર ગુજરાત સરકારના એક જ મંત્રી હાજર રહ્યા હતા.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાત મુલાકતે આવી રહ્યા છે. દિલ્હીથી નીકળતી વખતે પીએમ મોદીએ ટ્વીટ કરીને પોતાના 2 દિવસના ગુજરાત પ્રવાસના કાર્યક્રમની વિગતો આપી હતી. સવારે 10.30 વાગ્યે પ્રધાનમંત્રી મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. એરપોર્ટ પર આગમન બાદ પીએમ મોદીનો ભવ્ય રોડ શૉ યોજાશે.
રોડ શૉમાં શું હશે?
અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધી યોજાનારા PM મોદીના ભવ્ય રોડ-શોને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ અને અધિકારીઓ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરશે. ત્યાર બાદ યોજાનારા રોડ શૉમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પીએમ મોદીનું ભાજપ કાર્યકરો સ્વાગત કરશે. રોડ શૉના રુટમાં 50 જેટલા સ્ટેજ એરપોર્ટથી કમલમ સુધી બનાવવામાં આવ્યા છે. રોડ શૉ દરમ્યાન વિવિધ સ્થળો પર ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખીઓ બનાવવામાં આવી છે. આ સાથે ગુજરાતના લોકનૃત્યો કરતા કલાકારો પણ પીએમ મોદીનું સ્વાગત કરશે. ગુજરાતભરના ભાજપ કાર્યકરો વહેલી સવારથી જ રોડ શૉના રુટના સ્થાન પર પહોંચી ગયા છે. આ રોડ શૉને ભાજપના ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારની શરુઆત કહેવામાં આવી રહ્યો છે.
રોડ શો બાદ PM મોદી 1.30 વાગ્યા સુધી વાગે કમલમ પર બેઠક યોજશે. PM મોદીની આ બેઠકમાં આ ગુજરાત ભાજપના તમામ 500 થી વધુ નેતાઓ હાજર રહેશે. બેઠક બાદ 4 વાગ્યા સુધી રાજભવન ખાતે PM મોદી રોકાણ કરશે. ત્યાર બાદ સાંજે 4 વાગે GMDCમાં પંચાયત મહાસંમેલનમાં સંબોધન કરશે.