PM MODI GUJARAT VISIT: પીએમ મોદી ફરી આવશે ગુજરાત, જાણો ક્યા યોજાશે કાર્યક્રમ
PM MODI GUJARAT VISIT: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મોટા નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. ગઈ કાલે પીએમ મોદી અને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે હતા.
PM MODI GUJARAT VISIT: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મોટા નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. ગઈ કાલે પીએમ મોદી અને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે હતા. હવે મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી આ મહિને ફરી ગુજરાત આવી શકે છે. ગાંધીનગરના ગીફ્ટ સીટી, કચ્છ તથા સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં હાજરી આપશે. રાજ્ય સરકારે કાર્યક્રમની તૈયારી પણ શરૂ કરી દીધી છે. 15 જુલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાય તેવી સંભાવના છે. જો કે આ કાર્યક્રમને લઈને હજી સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપમાં ગજગ્રાહ
નવસારીઃ વિધાનસભા ચૂંટણી 2022 પૂર્વે જ ભાજપમાં ગજગ્રાહની સંભાવના છે. વિધાનસભામાં ભાજપની નો રીપીટ થિયરીની વાતો વચ્ચે જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલે ચુંટણી લડવાનો હુંકાર કર્યો છે. આર. સી. પટેલને 80 ટકા ચુંટણી લડવાની ઇચ્છા, પરંતુ પાર્ટી માત્ર 20 ટકા ઈચ્છા ધરાવતી હોવાની વાત કહી વિવાદનો મધપુડો છેડ્યો. છેલ્લા અઢી દાયકાથી જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલે સમાજના સમેલનમાં ઈચ્છા વ્યક્ત કરી હતી. આગામી વિધાનસભામાં કોળી સમાજ ટિકીટ માટે દરેક પાર્ટી પર દબાણ બનાવે એવી સંભાવના. જિલ્લામાં 2 લાખથી વધુ મતદારો ધરાવતા કોળી સમાજને રાજકારણમાં પ્રતિનિધિત્વની માંગ ઉઠી છે. PM નરેન્દ્ર મોદીએ ખુડવેલના કાર્યક્રમમાં જાતિ આધારિત ચુંટણીને જાકારો આપવાની વાત કહી હતી.
AAPના પાંચ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા
Punjab Cabinet Expands: પંજાબની માન સરકારે તેના કેબિનેટનું વિસ્તરણ કર્યું છે, આજે સોમવારે AAPના પાંચ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં પંજાબના નવનિયુક્ત મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં ફૌજા સિંહ સરરી, ઈન્દરબીર સિંહ નિજ્જર, અમન અરોરા, ચેતન સિંહ જૌરમાજરા અને અનમોલ ગગન માનને મંત્રીઓના શપથ લેવડાવ્યા હતા. તેમના કેબિનેટનું વિસ્તરણ કરતા, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને સોમવારે પાંચ AAP ધારાસભ્યોને પંજાબ સરકારમાં મંત્રી તરીકે સામેલ કર્યા. આ વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન AAP રાજ્યમાં સત્તામાં આવ્યા પછી માનની આગેવાનીવાળી સરકારનું આ પ્રથમ કેબિનેટ વિસ્તરણ હતું. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે સોમવારે સાંજે પંજાબ રાજભવનના ગુરુ નાનક દેવ ઓડિટોરિયમમાં ધારાસભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.