શોધખોળ કરો
Advertisement
અમદાવાદ આગની ઘટનાને લઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વ્યક્ત કર્યું દુ:ખ
અમદાવાદમાં કાપડની ફેક્ટરીમાં આગ લાગ્યા પછી બોઇલર ફાટતા 11 લોકોના મોત
અમદાવાદઃ શહેરના પીરાણા રોડ પર આવેલી 30 વર્ષ જૂની કાપડની ફેક્ટરીમાં આગ લાગ્યા પછી બોઇલર ફાટતા 11 લોકોના મોત થયા છે. જ્યારે 9 જેટલા લોકો ઘાયલ થયા છે, જેમાંથી અમૂકની તબિયત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે આગની ઘટનામાં હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. 18 લોકોને એલ.જી. હોસ્પિટલ લવાયા છે. ઘટનાને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
અમદાવાદની ઘટના પર દુખ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને કહ્યું કે, અમદાવાદના એક ગોડાઉનમાં લાગેલી આગની ઘટના અંગે જાણીને દુખ થયું. મૃતકોના પરિવારને મારી સાંત્વના અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રભુને પ્રાથના
મુખ્યમંત્રીએ આ દુર્ઘટનાની તપાસ માટે બે ઉચ્ચ અધિકારીઓ એવા શ્રમ રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને GPCBના ચેરમેન સંજીવ કુમારને જવાબદારી સોંપી છે. તો મુખ્યમંત્રીએ દુર્ઘટનામાં જીવ ગૂમાવનારા પ્રત્યેક મૃતકના વારસદારને 4 લાખની સહાય આપવાની જાહેરાત પણ કરી છે.Distressed to learn about the loss of lives in a fire that broke out in a godown in Ahmedabad, Gujarat. My thoughts and prayers are with the bereaved families. I wish speedy recovery for the injured.
— President of India (@rashtrapatibhvn) November 4, 2020
બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો ત્યાં વિકરાળ આગ ફાટી નીકળતી તો આસપાસના નવ ગોડાઉનની છત અને દિવાલો ધરાશયી થઈ. આગની લપેટ અને ગરમીને લીધે બોઇલર ફાટ્યું હતું. બોઇલર ફાટવાથી દિવાલ પડી અને નીચે ઉભેલા લોકો દટાયા હતા. જે લોકો ઉભા ઉભા આગ જોઈ રહ્યા હતા અને રેસ્ક્યૂની કામગીરી જોતા હતા, ત્યારે જ દિવાલ ખાબકી હતી. જેમાં અનેક લોકો દિવાલ નીચે દટાઈ ગયા હતા. જેમાંથી 4 લોકોના હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત થયા હતા, જ્યારે 5 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. ઘટના બાદ તપાસમાં સામે આવ્યું છે કે, કોઈ પણ પ્રકારના રજિસ્ટ્રેશન વગર જ ધમધમતા હતા ફેક્ટરી અને ગોડાઉન અંદર પણ ન હતી ફાયર સેફ્ટી. મોટી વાત તો એ કે નોંધણી વિના જ ચાલતી આ ફેક્ટરી અને ગોડાઉનને લઈ મહાનગરપાલિકાના વિભિન્ન વિભાગ ઊંઘતા રહ્યાં.અમદાવાદ ખાતે ગોડાઉનમાં થયેલ આગની ઘટનાથી જાનહાનીના સમાચારથી વ્યથિત છું. મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ તથા ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. સરકારીતંત્ર તથા અધિકારીઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.
— Narendra Modi (@narendramodi) November 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement