શોધખોળ કરો
Advertisement
એડીસી બેન્ક મામલોઃ મેટ્રૉ કોર્ટમાં હાજર થયા રાહુલ ગાંધી, ગુનો કબુલવાનો કર્યો ઇનકાર, જાણો કોણ બન્યા જામીનદાર
એડીસી બેંક કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર રહેવાની મુક્તિ મેળવવા માટે પણ કોર્ટમાં અરજી કરી છે
અમદાવાદઃ રાહુલ ગાંધી એડીસી બેન્કના કેસ મામલે અમદાવાદ આવ્યા હતા, અહીં તેઓ અમદાવાદ મેટ્રો કોર્ટમાં જજ ઇટાલિયા સમક્ષ હાજર થયા હતા. મેટ્રો કોર્ટના જજે પૂછ્યું ગુનો કબૂલ છે, ત્યારે રાહુલ ગાંધીએ ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. તેમને 10 હજારના જામીન પર છોડવામાં આવ્યા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણી જામીનદાર બન્યા હતા.
એડીસી બેંક કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર રહેવાની મુક્તિ મેળવવા માટે પણ કોર્ટમાં અરજી કરી છે. જેની 7 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.આ સમયે કોર્ટમાં ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષનેતા પરેશ ધાનાણી, બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા.
9 ઓગસ્ટે સુનાવણીમાં રાહુલ ગાંધી હાજર રહ્યા ન હતા. જેને પગલે તેમની વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં કરાયેલા બદનક્ષીના કેસમાં 11 ઓક્ટોબરે હાથ ધરાનારી સુનાવણીમાં રાહુલ ગાંધી હાજર રહેશે તેવી બાયધરી તેમના વકીલે કોર્ટમાં આપી હતી. આથી કોર્ટે આ કેસની વધુ સુનાવણી 11 ઓક્ટોબરે હાથ ધરવાનો નિર્દેશ કર્યો હતો.
કોર્ટમાં હાજર થતાં પહેલા રાહુલ ગાંધીએ એક હૉટલમાં ચા-પાણી-નાસ્તો કર્યો હતો. આ સમયે પરેશ ધાનાણી, રાજીવ સાતવ, અમિત ચાવડા, હાર્દિક પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement