શોધખોળ કરો
Advertisement
અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં ધીમીધારે શરૂ થયો વરસાદ
શહેરના એસ.જી હાઈવે, સેટેલાઈટ, બોપલ, ઘુમા, સાણંદ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. સામાન્ય વરસાદની કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.
અમદાવાદ: અમદાવાદ શહેરમાં ફરી વરસાદ શરૂ થયો છે. શહેરના એસ.જી હાઈવે, સેટેલાઈટ, બોપલ, ઘુમા, સાણંદ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. સામાન્ય વરસાદની કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.
આંબાવાડી વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું. આજે સવારથી જ શહેરમાં વરસાદી માહોલ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડીપ ડીપ્રેશનમાં ફેરવાતાં શહેરમાં આગામી બે દિવસ સુધી વરસાદ પડી શકે છે.
રાજ્યમાં આજે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. રાજ્યના 223 તાલુકામાં વરસાદ પડ્યો છે. મહુધામાં સૌથી વધુ સાડા દસ ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે નર્મદાના ડેડિયાપાડામાં સાત ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement