શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદઃ ભારે પવન સાથે ધોધમાર વરસાદ, મોટાભાગના ગરબાના આયોજનો રદ
અમદાવાદના એસજી હાઇવે, પ્રહલાદનગર, ગોતા, સરખેજ, સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
![અમદાવાદઃ ભારે પવન સાથે ધોધમાર વરસાદ, મોટાભાગના ગરબાના આયોજનો રદ Rains wash out Navaratri fest in Ahmedabad અમદાવાદઃ ભારે પવન સાથે ધોધમાર વરસાદ, મોટાભાગના ગરબાના આયોજનો રદ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/30212600/15.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ અમદાવાદમાં મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયા હતા. ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં રસ્તા પર લાગેલા હોડિંગ્સ અને બેનરો ઉડી ગયા હતા. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના એસજી હાઇવે, પ્રહલાદનગર, ગોતા, સરખેજ, સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે નવા વાડજ, કૃષ્ણનગર ખાતે ઝાડ ગાડી પર ધરાશાયી થયુ હતું. વરસાદના કારણે શહેરના મોટાભાગના મેદાન પર પાણી ભરાઇ જતાં ગરબાના આયોજનો રદ કરવા પડ્યા હતા.
સરકાર દ્ધારા આયોજીત વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ પર વરસાદના કારણે રદ કરવામાં આવ્યું હતુ. તે સિવાય રાજપથ, કર્ણાવતી સહિતના મોટાભાગના ગરબા આયોજકોએ ગરબા રદ કરવાની જાહેરાત કરી હતી. સાંજે આવેલા વરસાદના કારણે શહેરમાં ઠેરઠેર ચક્કાજામના દશ્યો સર્જાયા હતા. ગીતા મંદિર બસ પોર્ટના સર્કલ પર વીજ થાંભલો પડતાં ટ્રાફિક જામ થયો હતો. ગરબાના ચાહકો માટે ખરાબ સમાચાર છે. રાજ્યમાં ડિપ્રેશન સર્જાતા હજુ 48 કલાક અતિશય ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)