શોધખોળ કરો

Gujarat Rain: અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જાણો ક્યાં ક્યાં પડ્યો વરસાદ

Gujarat Rain Update: અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ગઈ કાલે ભારે વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

Gujarat Rain Update: અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. શહેરના સાઉથ બોપલ,એસ જી હાઈવે, ઘુમા,પ્રહલાદ નગર,ઈસ્કોન,મકરબા, શ્યામલ અને વેજલપુર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હજુ ગઈકાલે પડેલા પડેલા વરસાદના પાણી ઓસર્યા નથી ત્યાં ફરી વરસાદ શરૂ થયો છે. નોંધનિય છે કે ગઈ કાલે ભારે વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી

તો બીજી તરફ અમદાવાદના મધ્યમાં આવેલા જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી જ પાણી ફરી વળ્યું છે. મોટાભાગના ગ્રાઉન્ડમાં પાણી ભરાવાના કારણે તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે, ત્યારે અહીં આવતા ક્રિકેટ રસીકોને મુશ્કેલી પડી રહી છે. જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે આ ગ્રાઉન્ડમાં લેક જેવા દ્રશ્યો સર્જાય છે અને પાંચથી સાત દિવસ સુધી અહીં પાણી ઓસરતા નથી.

ગુજરાતમાં ધોધમાર વરસાદ

ગાંધીનગરઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તેમાં સૌથી વધુ લખપતમાં 11 ઈંચ અને વલસાડના કપરાડામાં નવ ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીના સિઝનનો સરેરાશ 27.69 ટકા સુધી વરસાદ વરસ્યો હતો. રાજ્યના 12 તાલુકામાં 0 થી બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

રાજ્યના 69 તાલુકામાં બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. રાજ્યના 88 તાલુકામાં સિઝનનો પાંચથી 10 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ઉપરાંત કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 51.84 ટકા વરસાદ વરસ્યો હતો.

કચ્છના લખપતમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય વલસાડના કપરાડામાં નવ ઇંચ, ધરમપુરમાં આઠ ઇંચ, તાપીના વ્યારામાં પોણા આઠ ઇંચ, નવસારીના વાંસદામાં પોણા આઠ ઇંચ, કચ્છના નખત્રાણામાં સાત ઇંચ,  સુરતના મહુવામાં સાડા છ ઇંચ, તાપીમાં ડોલવણમાં સાડા છ ઇંચ, જામનગરના જોડીયામાં સવા છ ઇંચ, નવસારીના ચિખલીમાં છ ઇંચ, તાપીના વાલોદમાં છ ઇંચ, દેવભૂમિ દ્ધારકા તાલુકામાં છ ઇંચ, કલ્યાણપુરમાં સાડા પાંચ ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં સવા પાંચ ઇંચ, સુરતના ઉમરપાડામાં પાંચ ઇંચ તાપીના નિઝરમાં પાંચ ઇંચ, ડાંગના વઘઇમાં પાંચ ઇંચ, દેવભૂમિ દ્ધારકાના ખંભાળિયામાં પાંચ ઇંચ, નવસારીના ખેરગામમાં પાંચ ઇંચ, સુરતના બારડોલીમાં પોણા પાંચ ઇંચ, જૂનાગઢના માણાવદરમાં પોણા પાંચ ઇંચ, નવસારી તાલુકામાં સવા ચાર ઇંચ, નર્મદાના સાગબારામાં સવા ચાર ઇંચ, સુરતના માંડવી, કચ્છના માંડવી, સુરત શહેર, છોટાઉદેપુરના બોડેલી, પોરબંદરના કુતિયાણા ચાર, દેવભૂમિ દ્ધારકાના ભાણવડ, જૂનાગઢના વંથલી, સુરતના પલસાણા, છોટાઉદેપુરના પાવી જેતપુર ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો.

પંચમહાલના જાંબુઘોડામાં પોણા ચાર, જામગરના જામજોધપુરમાં પોણા ચાર ઇંચ, વલસાડના વાપીમાં પોણા ચાર ઇંચ, ગણદેવી, બાબરા, અમદાવાદ શહેરમાં પોણા ચાર ઇંચ, મુંદ્રા, ડાંગ, રાણાવાવ, શહેરામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. પારડી, હિંમતનગર, સંખેડા, જલાલપોરમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget