રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ, વલસાડમાં રસ્તા પર ભરાયા પાણી
Rainy weather: આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં ભારે કરંટ વચ્ચે ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ: આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં ભારે કરંટ વચ્ચે ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વેરાવળ, કોડીનાર, સૂત્રાપાડામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વેરાવળ શહેર સહિત સીમ વિસ્તારમાં વહેલી સવારે વરસાદી જાપટૂ પડતા ઠંડક પ્રસરી છે.
તો બીજી તરફ સતત બીજા દિવેૃસે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અહીં નવસારી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો હતો. નવસારી શહેરમાં આવેલ મંકોડિયા, દુધિયા તળાવ, સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત વલસાડમાં વરસાદી માહોલ છવાયો છે. અહીં પતંજલિ યોગ બોર્ડ દ્વારા વલસાડના તિથલ દરિયા કિનારે સ્વામિનારાયણ મંદિરના સંકુલમાં યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરસાદનું વિધ્ન નડતાં તમામ લોકોએ સ્વામિનારાયણ મંદિરના ડોમમાં યોગ કર્યા હતા. વલસાડ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે શહેરના રોડ રસ્તા પાણી-પાણી થઈ ગયા છે. અહીં મોડી રાત્રે પણ વરસાદ પડ્યો હતો. વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ
ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. મેઘરાજાની સવારી ડાંગ જિલ્લામાં આવી પહોંચી છે. હવામાન વિભાગે આપેલ તારીખ મુજબ 10 તારીખે ડાંગ જિલ્લામાં વરસાદ પડ્યો છે. ડાંગમાં ગિરિમથક સાપુતારામાં પવન સાથે વરસાદનું આગમન થયું છે. આ સાથે સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. સાપુતારા તળેટીના ગામો ચોચપાડા , ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
અમરેલી શહેર અને જિલ્લામાં પડ્યો વરસાદ
આજે 10 જૂને અમરેલી શહેર અને જિલ્લામાં વરસાદ પડ્યો છે. અમરેલી શહેર તેમજ વડેરા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડયા. વરસાદ ને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ છે. કુંકાવાવ અમરેલી વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો. અમરાપુર,મોટા આંકડીયામાં વરસાદી માહોલ છવાયો હતો. મોટા આકડીયામાં ધોધમાર વરસાદ પડ્યો. અહીં ભારે પવન અને મોટા છાંટા સાથે વરસાદ પડ્યો. આવતા જતા વાહન ચાલકોને મુશ્કેલી થતા લાઈટો ચાલુ રાખવી પડી.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો છે. લાઠીના કેરાળા અને દુઘાળા ગામમાં પવન સાથે વરસાદ પડ્યો. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ.વરસાદને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ. અમરેલીના બાબરા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો અને ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો. બાબરામાં સવારથી ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે બોપર બાદ વરસાદનું આગમન થયું. કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થતા લોકોએ ગરમીથી રાહત મેળવી.