શોધખોળ કરો

Raksha Bandhan: રક્ષાબંધન પ્રસંગે અમદાવાદમાં સત્તર તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા યોજાયો નૂતન યજ્ઞોપવિત ધારણ કાર્યક્રમ

Raksha Bandhan 2024: આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હિન્દુ સમુદાય ઉજવી રહ્યો છે, આ પ્રસંગે બ્રહ્મ પરિવારોએ વિધિ વિધાનથી યજ્ઞોપવિત ધારણ કરી છે

Raksha Bandhan 2024: આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હિન્દુ સમુદાય ઉજવી રહ્યો છે, આ પ્રસંગે બ્રહ્મ પરિવારોએ વિધિ વિધાનથી યજ્ઞોપવિત ધારણ કરી છે. બ્રહ્મા સમાજ માટે આજના તહેવારને યજ્ઞોપવિત બદલવાનું પર્વ પણ કહેવામાં આવે છે. આજે રક્ષાબંધનના પવિત્ર પર્વ પ્રસંગે સત્તર તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ બદલવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, શ્રી સર્વમંગલ હૉલમાં બ્રહ્મ પરિવારોએ વિધિ વિધાનથી યજ્ઞોપવિત ધારણ કરી હતી, આજનો આ જનોઈ બદલવાનો ભવ્ય કાર્યક્રમ અમદાવાદમાં બ્રહ્મ સમાજના એર કન્ડિશન હૉલમાં યોજવામાં આવ્યો હતો. જેની તસવીરો પણ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિનાં સનાતન ધર્મના રક્ષક બ્રાહ્મણ સમાજ માટે રક્ષાબંધનએ વિશેષ મહત્વ ધરાવે છે.

આજે બ્રહ્મ પરિવારો નવી જનોઇ ધારણ કરે છે -
આજે રક્ષાબંધનનો તહેવાર છે, બ્રાહ્મણો આજના દિવસે શુભમુહૂર્તમાં નદી, સરોવર, જળાશય કે તીર્થક્ષેત્રનાં સાંનિધ્યમાં વેદોકત મંત્રોચ્ચાર સહિત નૂતન યજ્ઞોપવિત ધારણ કરતાં હોય છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ મુખ્ય અધિષ્ઠાતા પરમાત્માના સ્મરણ સમિન્વત કરીને ગણપતિ પૂજન કર્યા બાદ યજ્ઞોપવીતના નવ તંતુઓના નવ અધિષ્ઠાતા દેવોનું આહવાન કરવામાં આવે છે. યજ્ઞોપવિત સૂર્યનારાયણને બતાવી અને તેને પોતાના કરસંપુટમાં રાખીને દશ વાર ગાયત્રી મંત્ર ભણીને તેને અભિમંત્રિત કરી વિધિપૂર્વક મંત્ર ભણી પોતાના ડાબા ખભા ઉપર જનોઇ ધારણ કરાઇ છે, અને જૂનાં યજ્ઞોપવિતને જળમાં પધરાવવામાં આવે છે.

જનોઇનું શું છે મહત્વ 
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ હેમાંગ રાવલે આ અંગે માહિતી આપી હતી કે, જનોઇ માનવને નમ્ર બનાવવાનો પાઠ શીખવે છે. જનોઇમાં ભગવાન આપણી પડખે છે તે અખંડ રક્ષા કરતાં રહે છે તેવો ઊંડો ભાવ રહે છે. જનોઇ એ પણ એક રક્ષાનું ભાવાત્મક પ્રતિક પણ બની રહે છે. જનોઇ એ નવ તંતુઓને ત્રણવારમાં ગૂંથીને બનાવવામાં આવી છે તેથી તેને ‘ત્રિસૂત્રી’ કહેવામાં આવે છે. આ સૂત્રો ઋગ્વેદ, યજૂર્વેદ અને સામવેદના પ્રતિક સમાન છે. આ બ્રહ્મગાંઠની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ શક્તિ સ્વરૂપના જ્ઞાનના તેજ સ્વરૂપ ધારણ કરે છે.

વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનમાં પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે "બદલતા આધુનિક જમાનામાં બ્રહ્મ સમાજ પણ વૈજ્ઞાનિક અભિગમથી આ જનોઈ બદલવાનો ભવ્ય કાર્યક્રમ અમદાવાદમાં બ્રહ્મ સમાજના એર કન્ડિશન હૉલમાં યોજાયો હતો. જેમાં ૫૦૦થી પણ વધુ બ્રહ્મપરિવારોએ વિધિ વિધાનથી ભાગ લીધો હતો અને અંતમાં બ્રહ્મ ભોજનનો પણ તમામે લાભ લીધો હતો. 

આ પણ વાંચો

Raksha Bandhan 2024: આજે રક્ષાબંધન, અહીં જાણો આજનું પંચાંગ, રાહુકાળથી લઇને શુભમુહૂર્ત સુધીનો સમય...

Raksha Bandhan: રક્ષાબંધન ફક્ત ભાઇ બહેનનો પર્વ નહી, ગ્રંથોમાં જણાવ્યું છે કે કોણ કોને બાંધી શકે છે રાખડી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો,  ફટાફટ કરી લો ચેક...
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો, ફટાફટ કરી લો ચેક...
શું CM રેખા ગુપ્તાની ઓફિસમાંથી હટાવાઈ આંબેડકર અને ભગતસિંહની ફોટો ? BJPએ આપ્યો જવાબ 
શું CM રેખા ગુપ્તાની ઓફિસમાંથી હટાવાઈ આંબેડકર અને ભગતસિંહની ફોટો ? BJPએ આપ્યો જવાબ 
EPFO સાથે જોડાયેલા મોટા સમાચાર, UAN-આધારને લિંક કરવાની લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO સાથે જોડાયેલા મોટા સમાચાર, UAN-આધારને લિંક કરવાની લિંક કરવાની ડેડલાઇન વધી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Samuh Lagna Case: રાજકોટ સમૂહ લગ્નના નામે છેતરપિંડીના કેસમાં વધુ એકની ધરપકડShaktisinh Gohil: 64 વર્ષ બાદ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશેGujarat Assembly Session 2025: વિધાનસભામાં ગુંજ્યો હોસ્પિટલકાંડ, આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?Congress MLA Protest: 'પગમાં દુખાવો હતો, હાર્ટનું ઓપરેશન કર્યું... દર્દી ગુજરી ગયો...'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો,  ફટાફટ કરી લો ચેક...
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો, ફટાફટ કરી લો ચેક...
શું CM રેખા ગુપ્તાની ઓફિસમાંથી હટાવાઈ આંબેડકર અને ભગતસિંહની ફોટો ? BJPએ આપ્યો જવાબ 
શું CM રેખા ગુપ્તાની ઓફિસમાંથી હટાવાઈ આંબેડકર અને ભગતસિંહની ફોટો ? BJPએ આપ્યો જવાબ 
EPFO સાથે જોડાયેલા મોટા સમાચાર, UAN-આધારને લિંક કરવાની લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO સાથે જોડાયેલા મોટા સમાચાર, UAN-આધારને લિંક કરવાની લિંક કરવાની ડેડલાઇન વધી
GUJCET-2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખે યોજશે પરીક્ષા
GUJCET-2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખે યોજશે પરીક્ષા
માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો: સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારીથી માસૂમ વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત
માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો: સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારીથી માસૂમ વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત
Congress: 64 વર્ષ બાદ 8-9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે, શક્તિસિંહે કહ્યું પ્રદેશ કરી રહ્યું છે તૈયારીઓ
Congress: 64 વર્ષ બાદ 8-9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે, શક્તિસિંહે કહ્યું પ્રદેશ કરી રહ્યું છે તૈયારીઓ
Rajkot Fire: મેટોડામાં EPP કંપનીના પાછળના ભાગે કચરામાં આગ લાગી
Rajkot Fire: મેટોડામાં EPP કંપનીના પાછળના ભાગે કચરામાં આગ લાગી
Embed widget