શોધખોળ કરો
Advertisement
રવિવારે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું, ગરમીનો પારો અત્યાર સુધીનો રેકોર્ડ તોડે તેવી શક્યતા, જાણો વિગત
AMC દ્વારા શહેરમાં ચાલતી તમામ કન્સ્ટ્રક્શન સાઇટો પર બપોરે 12થી 4 દરમિયાન કામગીરી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. કોર્પોરેશન અને ટ્રાફિકની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક તપાસ કરી શકે છે.
અમદાવાદ: રાજ્યમાં ઉનાળો આકરો બની રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, સમગ્ર રાજયમાં તાપમાનનો પારો 40થી 43ને પાર પહોંચ્યો છે. કાળઝાળ ગરમી લઇ અમદાવાદના રસ્તાઓ ખાલીખમ દેખાઈ રહ્યા છે. લોકો મોઢે રૂમાલ બાંધી ચશ્મા પહેરી જોવા મળી રહ્યા છે. સમગ્ર સપ્તાહ દરમિયાન ઓરેન્જ એલર્ટ બાદ રવિવારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
શહેરમાં આવતીકાલે ગરમી 45 ડિગ્રીની આસપાસ વધુ રહે તેવી શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. AMC દ્વારા શહેરમાં ચાલતી તમામ કન્સ્ટ્રક્શન સાઇટો પર બપોરે 12થી 4 દરમિયાન કામગીરી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. તેમજ કામદારો માટે છાશ તથા પાણીની વ્યવસ્થા કરવાની પણ સૂચના અપાઇ છે. કોર્પોરેશન અને ટ્રાફિકની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક તપાસ કરી શકે છે અને જો સૂચના મુજબ કામગીરી નહીં હોય તો વહીવટી દંડ વસૂલ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ પ્લાન એક્શન અંતર્ગત જરૂરી સૂચના બહાર પાડી છે. કોર્પોરેશનનાં સફાઇ કર્મીઓ બપોરે 3 વાગ્યાની જગ્યાએ સાંજે 5 વાગે કામ કરશે. બગીચામાં છાશનું વિતરણ કરાવવું, બીઆરટીએસ બસ સ્ટોપ અને એમટીએસ બસ સ્ટોપ પર ઓઆરએસનું વિતરણ કરવું, તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે 7 વાગ્યા સુધી ચાલું રાખવા અને હોસ્પિટલમાં બપોરે 2થી 4 છાશ વિતરણ કરવું. શહેરમાં બે ટાઇમ પાણી મળે તે પ્રકારે આયોજન કરવાની સૂચનાઓ અપાઇ છે.
વર્લ્ડકપ 2019: સદીના સેલિબ્રેશનમાં એમ્પાયર સાથે અથડાયો રોય, એમ્પાયરના થયા આવા હાલ, જુઓ વીડિયો
હવે ચાલુ ટ્રેનમાં લઈ શકાશે માલિશની મજા, ભારતીય રેલવે શરૂ કરશે ખાસ સર્વિસ, જાણો કેટલા રૂપિયા ખર્ચવા પડશે
વર્લ્ડકપ 2019: આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો, ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે બદલાવ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement