શોધખોળ કરો
અમદાવાદના પોશ વિસ્તારના કયા ટાવરને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવાતા રહિશોમાં ફફડાટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 20 જૂનની પ્રેસ નોટમાં સચિન ટાવરને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવાયો છે.

અમદાવાદઃ શહેરના કોરોના કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે. કોરોના કાળમાં અત્યાર સુધી માત્ર આઠ કોરોના કેસ નોંધાયેલા અને તેમાંથી ચાર કોરોના કેસો ડિસ્ચાર્જ થયેલા એવા સચિન ટાવરનો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 20 જૂનની પ્રેસ નોટમાં સચિન ટાવરને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવાયો છે. સચિન ટાવરના ચેરમેનનો દાવો કહ્યું, હાલ સુધી માત્ર સચિન ટાવરમાં આઠ કોરોનાના કેસો જ નોંધાયા છે, જેમાંથી ચાર કેસો તો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. કોર્પોરેશનની બેદરકારીના કારણે સચિન ટાવરના લોકોમાં અને તેમના પરિચિતોમાં ભયનો માહોલ સર્જાયો છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















