શોધખોળ કરો

અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, હલકી ગુણવત્તાનો ડામર વપરાયાનો ઘટસ્ફોટ

Sanathal Bridge: બ્રિજ પર ગાબડા પડતા SVNITને સોંપાયેલી તપાસના રિપોર્ટમાં ખુલાસો. સનાથલ બ્રિજને આજથી પાંચ દિવસ માટે કરાયો બંધ. રાઈડિંગ સરફેસ યોગ્ય ન હોવાનો રિપોર્ટમાં ખુલાસો.

Corruption in Sanathal Bridge: અમદાવાદમાં 97 કરોડમાં બનેલા અને હજુ 10 મહિના પહેલા જ ખુલ્લા મુકાયેલા સનાથલ બ્રિજમાં હલકી ગુણવત્તાનો ડામર વપરાયાનો ઘટસ્ફોટ થયો છે. બ્રિજ પર ગાબડા પડતા SVNITને સોંપાયેલી તપાસના રિપોર્ટને આધારે આજથી પાંચ દિવસ બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે. બ્રિજ ખુલ્લો મુકવાના ચાર જ મહિનામાં ગાબડું પડતા ઔડાએ સુરતની એસવીએનઆઈટી પાસે તપાસ કરાવી હતી. જેમાં બ્રિજના રોડમાં હલકી ગુણવત્તાના ડામર વાપરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સાથે જ બ્રિજની રાઈડિંગ સરફેસ યોગ્ય ન હતી તથા રેતીના મિશ્રણની મિક્સ ડિઝાઈન પણ ટેન્ડરના સ્પેશિફિકેશન મુજબ ન હતી.

એટલું જ નહીં ગ્રેડેશન ચેક કરતા તેમાં પણ તફાવત જોવા મળ્યો છે. જેથી સનાથલ બ્રિજની ઉપર ડામરનું રીપેરીંગ કામ કરવાનું હોવાથી આગામી આજથી 21 ડિસેમ્બર સુધી વારાફરતી બ્રિજના બંને તરફના ભાગને બંધ કરવામાં આવશે.

નોંધનીય છે કે થોડા સમય પહેલા જ મોરબી બ્રિજ દુર્ઘટના બાદ અન્ય બ્રિજોની મરામત મુદ્દે હાઇકોર્ટે સરકાર અને અધિકારીનો ઉધડો લીધો હતો. ગોંડલના 2 સદીઓ જૂના બ્રિજોની મરામતમાં અધિકારીઓની બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. માનવ જીવનને હાની થાય તે પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહિ તેવી હાઈકોર્ટે ઝાટકાણી કાઢી હતી. બ્રિજ બંધ કરી શકાય તેવી સ્થતિ નહિ હોવાની રજૂઆત નગરપાલિકાએ કરી તેની કોર્ટે નોંધ લીધી હતી. નગરપાલિકાએ એક વર્ષ પહેલા જાણ કરવા છતા રાજ્ય સરકારે કોઈ ઠોસ પગલાં લીધા નથી.

ગુજરાતના મોરબીમાં આજથી એક વર્ષ પહેલા ગોઝારી દૂર્ઘટના ઘટી હતી, આજથી એક વર્ષ પહેલા મોરબી ઝૂલતા પૂલની દૂર્ઘટના ઘટી જેમાં કેટલાય નિર્દોષોના જીવ ગયા હતા, આ ઘટનામાં હવે સંતોષકારક ન્યાય મળે તેવી માંગ સાથે આજે અમદાવાદના ગાંધી આશ્રમમાં પીડિતોના પરિવારજનો સવારથી જ ધરણાં પર બેઠાં છે.

મોરબી ઝૂલતા પૂલ દૂર્ઘટનાનું એક વર્ષ પૂર્ણ થઇ ચૂક્યુ છે. છતાં કાર્યવાહીમાં સંતોષકારણ જોવા મળી રહી નથી. આને લઇને અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે સવારે 7 થી 2 વાગ્યા સુધી પીડિત પરિવારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો, આ પછી તમામ લોકો ધરણાં પર બેસ્યા હતા. ગાંધી આશ્રમ ખાતે મોરબી દૂર્ઘટનાના પરિવારજનોએ ધરણાં યોજ્યા હતા, તેઓ સરકાર પાસે માંગ કરી હતી કે, અત્યાર સુધી થયેલ કામગીરીથી અમને સંતોષ થયો નથી. કોર્ટમાં કાર્યવાહી ઝડપથી ચાલે અને ગુનેગારોને સજા થાય તેવી માંગ છે, સાથે ભવિષ્યમાં ફરીથી આવી ઘટના ના બને તે માટે કડક કાર્યવાહી હાથ ધરવાની પણ માંગ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Panchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ સૌથી મોટા સમાચાર, હાઈકોર્ટને શું કરાઈ જાણ?Vav By Poll Result 2024 : વાવમાં કોણ જીતશે?  સટ્ટોડિયાએ કોના પર લગાવ્યો દાવ?Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Embed widget