BJP MLA’s Suspension: SCએ મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરને આપ્યો ઝટકો, BJPના 12 MLAને સસ્પેન્ડ કરવાના નિર્ણયને ખોટો ગણાવ્યો
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ભાજપના 12 ધારાસભ્યોને વર્ષ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો છે
Supreme Court on Suspension of 12 BJP MLA: સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ભાજપના 12 ધારાસભ્યોને વર્ષ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાના નિર્ણયને ગેરબંધારણીય અને ખોટો ગણાવ્યો હતો. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે એક કરતાં વધુ સત્રનું સસ્પેન્શન ગૃહની સત્તામાં નથી અને આમ કરવું ગેરબંધારણીય છે. સસ્પેન્શન એક સત્ર માટે જ હોઇ શકે છે.
વાસ્તવમાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે વર્ષ માટે ભાજપના 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. વિધાનસભાના સ્પિકરના આ નિર્ણયને ભાજપે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો હતો. ભાજપના ધારાસભ્યોને ગયા વર્ષે પાંચ જૂલાઇના રોજ વિધાનસભામાંથી સસ્પેન્ડ કર્યા હતા. રાજ્ય સરકારે તેમના પર વિધાનસભાના અધ્યક્ષની ચેમ્બરમાં પ્રિસાઇડિંગ ઓફિસર ભાસ્કર જાધવ સાથે ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે મંગળવારે વિધાનસભામાં કથિત દુવ્યહાર મામલે મહારાષ્ટ્ર વિધાનસભાના 12 ભાજપના ધારાસભ્યોને એક વર્ષ સસ્પેન્ડ કરવાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે ધારાસભ્યોને ગૃહમાંથી એક સત્ર કરતા વધુ સમય સુધી સસ્પેન્ડ કરી શકાય નહીં. તે સિવાય બધુ તર્કહીન હશે. આ લોકતંત્ર માટે ખતરો છે. માની લો કે સત્તાધારી પાર્ટી વિધાનસભામાં નબળી છે અને એક, પાંચ અથવા 20 લોકો સસ્પેન્ડ છે તો એવામાં લોકતંત્રનું ભાગ્ય શું હશે?
ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન
પરફેક્ટ ફિગર, લૂક્સ પણ શાનદાર છે.......Disha Pataniએ બિકીની લૂકમાં ફેન્સને કર્યા દિવાના, જુઓ એક ઝલક
અજમાવો આ ટ્રિક્સ, તમારી Instagram પૉસ્ટ ઘડીકમાં થઇ જશે ટ્રેન્ડ.........