Ahmedabad: ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મોતને ભેટેલા યુવકો માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન, ‘આરોપીને ફાંસી આપો’ના બેનરો સાથે પહોંચ્યા લોકો
અમદાવાદ: ઇસ્કોન બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમવનાર યુવાનોની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન આજે અમદાવાદમાં કરવામાં આવ્યું છે.કારગિલ પેટ્રોલ પંપથી મૌન રેલી યોજી મોટી સંખ્યામાં લોકો સભા સ્થળે પહોંચ્યા છે.
અમદાવાદ: ઇસ્કોન બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમવનાર યુવાનોની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન આજે અમદાવાદમાં કરવામાં આવ્યું છે.કારગિલ પેટ્રોલ પંપથી મૌન રેલી યોજી મોટી સંખ્યમાં લોકો સભા સ્થળે પહોંચ્યા છે. રેલીમાં આરોપીને ફાંસી આપો,એમને ન્યાય આપો સહિતના બેનરો લઈને લોકો પહોંચ્યા છે. સમસ્ત કડવા પાટીદાર સમાજ બોટાદ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમિયા કેમ્પસ અમદાવાદ ખાતે શ્રધ્ધાંજલિ આયોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. અકસ્માતમાં મોતને ભેટનાર પાટીદાર યુવકો રોનક,કૃણાલ અને અક્ષરને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.
બોટાદમાં પણ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં બોટાદ શહેરના ત્રણ યુવાનોના મોતને લઈ પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજના લોકોની હાજરી વચ્ચે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો છે. મૃતકોને શ્રદ્ધાંજલિ અંતર્ગત બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજના લોકો સહિત સંતો રહ્યા હાજર.
અમદાવાદ ઇસ્કોન બ્રિજ ખાતે તારીખ 19 જુલાઈ 2023ના રોજ રાત્રે ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ થયેલા હતા તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયેલ હતા. અમદાવાદ ખાતે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામનારમાં બોટાદ શહેરના કુણાલ કોડિયા, અક્ષર ચાવડા, તેમજ રોનક વિહલપરા નામના આ ત્રણ યુવાનોના પણ મૃત્યુ થયા હતા. આ ત્રણેય યુવાનો ઉચ્ચ અભ્યાસ તેમજ કારકિર્દી અંતર્ગત અમદાવાદ ખાતે હોય તે દરમિયાન ગમખ્વાર અકસ્માતમાં આ ત્રણેય યુવાનોના કરુણમોતની ઘટનાને લઇ માત્ર આ ત્રણ યુવાનોના પરિવાર જ નહીં પણ અન્ય સમાજ અને તમામ લોકો પણ ઘટનાની જાણ સાથે જ શોકમગ્ન જોવા મળતા હતા.
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બોટાદના ત્રણ યુવાન કૃણાલ કોડીયા, રોનક વિહલપરા તેમજ અક્ષર ચાવડાને શ્રદ્ધાંજલિ આપવા બોટાદ શહેરની કરવા પાટીદાર છાત્રાલય ખાતે આજે એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જે કાર્યક્રમમાં આ ત્રણેય યુવાનો પાટીદાર સમાજના હોય મોટી સંખ્યાની અંદર પાટીદાર સમાજના મહિલાઓ સહિત પાટીદાર સમાજના લોકો ખાસ હાજર રહેલા હતા. તેમજ અન્ય સમાજના લોકો રાજકીય આગેવાનો તેમજ સંતોની પણ ખાસ હાજરી આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોવા મળી હતી. હાજર તમામ લોકો દ્વારા આસાસ્પદ આ યુવાનોના મોતને લઈ દુઃખની લાગણી વ્યક્ત કરેલ તેમજ પરમ પરમાત્મા તેમની આત્માને શાંતિ અર્પે તેને લઈ હાજર તમામ લોકો દ્વારા બે હાથ જોડી પ્રભુ પાસે પ્રાર્થના પણ કરેલ અને પાટીદાર સમાજના આગેવાન મનસુખભાઈ કોરડીયા દ્વારા અકસ્માતમાં થયેલ મૃત્યુ મામલે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવું પણ આપ્યું નિવેદન.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial