શોધખોળ કરો
Advertisement
ઈન્દોર સતત ત્રીજી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર, ટોપ-10માં ગુજરાતના બે શહેરોનો સમાવેશ, જાણો વિગત
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે સ્વચ્છતા સર્વેક્ષણ-2019 માટે દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદી જાહેર કરી હતી. જેમાં મધ્યપ્રદેશના ઈંદોરે સતત ત્રીજી વાર દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું હતું. જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ટોપ ટેન શહેરમાં ગુજરાતના બે શહેરનો સમાવેશ થયો છે. યાદીમાં છઠ્ઠા ક્રમે અમદાવાદ અને નવમાં ક્રમે રાજકોટનો સમાવેશ થાય છે. ચાર હજારથી વધારે શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એવોર્ડ સેરેમની દરમિયાન આ આંકડા જાહેર કરાયા હતા.
સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંઘ પુરીએ જાહેર કર્યા હતા. આ સર્વેક્ષણ દરમિયાન ચોથી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી દરમિયાન દેશના 4237 શહેરમાં સર્વે કરવામાં આવ્યો હતો.President Kovind presents Swachh Survekshan Awards 2019 in New Delhi; says the nation has paid the best tribute to Mahatma Gandhi by making cleanliness a mass movement pic.twitter.com/GAc4BK9WCL
— President of India (@rashtrapatibhvn) March 6, 2019
અમદાવાદના મેયરે રાષ્ટ્રપતિના હાથે સ્વિકાર્યો એવોર્ડअब तक हुए सभी चार सर्वेक्षणों में प्रथम पुरस्कार प्राप्त करके इंदौर शहर ने एक मिसाल कायम की है।
स्वच्छता के काम को ज़मीन पर अंजाम देने वाले सभी स्वच्छताकर्मियों और स्वच्छाग्रहियों के योगदान के लिए, मैं उन सबको, पूरे राष्ट्र की ओर से धन्यवाद देता हूँ — राष्ट्रपति कोविन्द — President of India (@rashtrapatibhvn) March 6, 2019
આ યાદીમાં રાજ્યના અમદાવાદ શહેરને ટોપ ટેનમાં છઠ્ઠા નંબરનું સ્થાન મળ્યું છે. 4137ના સ્કોર સાથે અમદાવાદ છઠ્ઠા નંબરે રહ્યું છે. અમદાવાદના મેયરે રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ સ્વિકાર્યો હતો. સર્વેક્ષણમાં રાજકોટ શહેરને નવમું સ્થાન મળ્યું છે. રાજકોટને 4000 સ્કોર મળ્યો છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરત પ્રથમ સ્થાને
આજે જાહેર કરાયેલા આંકડામાં સુરતનો 14મો નંબર આવ્યો છે. જોકે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સમગ્ર દેશમાં સુરતે પ્રથમ સ્થાન આવ્યું છે. આ પહેલા પણ સુરત 14માં ક્રમે જ રહ્યું હતું.
કયા નંબરે કયુ શહેર? સ્વચ્છતા સર્વેક્ષણના જાહેર કરાયેલા આંકડામાં મધ્ય પ્રદેશનો ઇન્દોર સૌથી ટોપ પર રહ્યું છે. બીજા નંબરે છત્તીસગઢનું અંબિકાપુર શહેર રહ્યું છે. ત્રીજા ક્રમે કર્ણાટકનું મૈસુર અને ચોથા ક્રમે મધ્ય પ્રદેશનું ઉજ્જૈન શહેર રહ્યું છે. પાંચમાં ક્રમે દેશની રાજધાની નવી દિલ્હી રહી છે. છઠ્ઠા ક્રમે અમદાવાદ અને સાતમાં ક્રમે નવી મુંબઈ રહ્યું છે. આઠમાં નવામાં અને દશમાં ક્રમે ક્રમશ: તિરુપતી, રાજકોટ અને દેવાસ શહેર રહ્યા છે.Chhattisgarh, Jharkhand & Maharashtra emerges as India's Top 3 Best Performing States and Gauchar in Uttarakhand as India's Best Ganga Town, in Swachh Survekshan 2019. pic.twitter.com/jqdSERFwJA
— ANI (@ANI) March 6, 2019
સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૯ ની યાદીમાં મોખરે રહેતું આપણું રાજ્ય ગુજરાત ગુજરાતના 2 શહેરો અમદાવાદ તથા રાજકોટ ને મળ્યું ટોપ 10 માં સ્થાન pic.twitter.com/ELaSiR187f
— BJP Gujarat (@BJP4Gujarat) March 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion