શોધખોળ કરો

Gandhinagar: ગુજરાતમાં સ્થપાશે દેશની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરી, જાણો વિગતે

ગાંધીનગર: ગુજરાત દેશમાં લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગનું અગ્રણી રાજ્ય બનવા સજ્જ થયું છે. આ હેતુસર લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરીની સ્થાપના માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં MoU સંપન્ન થયા હતા.

ગાંધીનગર: ગુજરાત દેશમાં લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગનું અગ્રણી રાજ્ય બનવા સજ્જ થયું છે. આ હેતુસર લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરીની સ્થાપના માટે ગુજરાત સરકાર અને ટાટા ગૃપ વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં MoU સંપન્ન થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ઘડાયેલી નવી ઇલેક્ટ્રોનિકસ પોલિસીની ફલશ્રુતિ રૂપે આ MoU કરવામાં આવ્યા છે. 
 
વિજય નહેરાએ આ MoU પર હસ્તાક્ષર કર્યા
 
ટાટા ગૃપની સબસીડીયરી કંપની અગ્રતાસ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન પ્રાયવેટ લિમિટેડના CEO અને ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ આ MoU પર હસ્તાક્ષર કરી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં MoU ની પરસ્પર આપ-લે કરી હતી. વડાપ્રધાને ર૦૩૦ સુધીમાં દેશમાં પ૦ ટકા કાર્બન ઉત્સર્જન રહિત ઊર્જા તથા ૧૦૦ ટકા ઇલેક્ટ્રીક વાહન ઉપયોગનું જે લક્ષ્ય રાખ્યું છે તેને સાકાર કરવા ગુજરાતે આ ગીગા ફેક્ટરીની સ્થાપનાના MoU થી નવી દિશા આપી છે. 
 
ગીગા ફેક્ટરી ભારતમાં આ પ્રકારનો પ્રથમ લિથિયમ આયન સેલ ઉત્પાદન પ્લાન્ટ ગુજરાતમાં કાર્યરત કરશે. એટલું જ નહિ, આ પ્લાન્ટમાં અંદાજે ૧૩ હજાર કરોડ રૂપિયાના પ્રારંભિક રોકાણ સાથે ર૦ Gwh ની ઉત્પાદન ક્ષમતા હશે અને પ્રત્યક્ષ તથા પરોક્ષ મળીને ૧૩ હજારથી વધુ લોકોને રોજગાર અવસર આ પ્લાન્ટને પરિણામે મળતા થશે. 
 
રાજ્યમાં બેટરી મેન્યૂફેક્ચરીંગ ઇકો સિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ મળશે
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર ઇલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન વધારીને કાર્બન ઉત્સર્જન રહિત ઊર્જા-ગ્રીન ક્લિન એનર્જી વધારવા અને ફોસિલ ફ્યુઅલ ક્ન્ઝમ્પશન ઘટાડી કાર્બન ઉત્સર્જન ઘટાડવાના વિઝન માટે પ્રતિબદ્ધ છે.  આ સંદર્ભમાં ઇ.વી નો વપરાશ વધવાની સાથે લિથિયમ-આયન બેટરી પરની નિર્ભરતા પણ નોંધપાત્ર રીતે વધશે. ટાટા ગૃપના આ પ્લાન્ટની સ્થાપનાથી ગુજરાત લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગમાં અગ્રણી રાજ્ય બનશે તેમજ રાજ્યમાં બેટરી મેન્યૂફેક્ચરીંગ ઇકો સિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ મળશે. 
 
ટાટા ગૃપના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટની સફળતા માટે રાજ્ય સરકારના સહયોગની તત્પરતા આ તકે વ્યકત કરી હતી.  આ MoU સાઇનીંગ અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તથા ટાટા ગૃપના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા. 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget