Anuj Patel Health Update: CM ભુપેન્દ્ર પટેલના પુત્રના હેલ્થને લઈને હોસ્પિટલે બહાર પાડ્યું બુલેટીન, નીતિન પટેલ પહોંચ્યા હોસ્પિટલ
Anuj Patel Health Update: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈલ સ્ટોક આવતા તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે કેડી હોસ્પિટલે એક નિવેદન બહાર પાડ્યું છે.
Anuj Patel Health Update: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈલ સ્ટોક આવતા તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે કેડી હોસ્પિટલે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રઈન સ્ટોક થતા તાત્કાલીક સારવાર માટે 2:45 વાગ્યે કેડી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સર્જરી કરવામાં આવે છે, હાલ અનુજની તબિયત સ્થિર છે અને તજજ્ઞ ડોક્ટરોની ટીમ દેખરેખ હેઠળ છે.
તો બીજી તરફ અનુજ પટેલના હેલ્થ અપડેટ માટે અનેક મહાનુભવો હાલમાં હોસ્પિટલે પહોંચી રહ્યા છે. જેમાં અમદાવાદના ઇન્ચાર્જ સીપી પ્રેમવીર સિંહ KD હોસ્પિટલ પહોચ્યા છે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલ પણ કેડી હોસ્પિટલે પહોંચ્યા છે. જ્યારે દરિયાપૂરના ધારાસભ્ય કૌશિક જૈન પણ હોસ્પિટલે પહોંચ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ KD હોસ્પિટલ પહોંચ્યા
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બપોરના સમયે બ્લડ પ્રેશર વધ્યા બાદ અનુજને બ્રેઇન સ્ટ્રોકની અસર થઈ હોવાની માહિતી મળી છે. સૂત્રોના મતે સીએમના પુત્રનું ઓપરેશન કરવામાં આવ્યું છે. હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,તેમના પત્ની અને પરિવારના સભ્યો હોસ્પિટલમાં હાજર છે. થોડીવાર પહેલા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ KD હોસ્પિટલ પહોંચ્યા છે. આગામી ત્રણ દિવસ સુધી અનુજ પટેલને હોસ્પિટલમાં રાખવામાં આવી શકે છે. મગજમાં લોહી ગંઠાઈ જવાનું અથવા ઓક્સિજનની માત્રા ઓછી થઈ જવાથી બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાની શક્યતા છે.
જીગ્નેશ મેવાણીએ પોલીસને આપ્યું 24 કલાકનું અલ્ટિમેટમ
મહેસાણા: વિસનગર તાલુકાના બાસણા ગામ પાસે યુવતીની હત્યા મામલે પોલીસની નિષ્ફળતા પર વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મહેસાણા ખાતે પ્રેસ કોન્ફરસ યોજી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, અમે મહેસાણા પોલીસને 24 કલાકમાં આરોપીઓને પકડી પાડવા અલ્ટીમેટમ આપીએ છીએ, નહીતો સમગ્ર રાજ્યમાં પોલસ સામે રેલી યોજી વિરોધ કરીશું. તમને જણાવી દઈએ કે, મહેસાણાના વિસનગર તાલુકાના બાસણા ગામ પાસે ત્રણ દિવસ પહેલા એક યુવતીની નગ્ન હાલતમાં લાશ મળી હતી. જો કે આ ઘટના બાદ મહેસાણા પોલીસ આરોપી સુધી પહોંચવામાં નાકામ રહી છે ત્યારે આજે મહેસાણા ખાતે જીગ્નેશ મેવાણી અને દલિત સમાજના આગેવાનોની એક મીટીંગ મળી હતી અને આ મુદ્દે પોલીસની કામગીરી ઉપર સવાલ ઉભા કર્યા હતા. જોકે આ ઘટનામાં વિસનગર ધારાસભ્યએ આજ દિન સુધી સંવેદના બતાવી નથી જેને લઇ દલિત સમાજ નારાજ જોવા મળ્યો હતો.
સાથે જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, મંત્રી અને ગૃહમંત્રીએ આ બાબતે હજુ સુધી કોઈ સંવેદના દાખવી નથી. Rss અને ભાજપ સરકાર દલિત સમાજ પ્રત્યે ઓરમાયું વર્તન રાખે છે. આ કારણે ગુજરાતના 50 લાખ દલિતોની ધીરજ ખૂટી રહી છે જો આવું જ રહેશે તો આગામી સમયમાં દલિત સમાજ આંદોલન કરશે. આગામી 24 કલાકમાં એસઆઈટીની રચના કરો અથવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સુપ્રત કરવામાં આવે. ૨૪ કલાકમાં તમામ આરોપીની ધરપકડ કરો ની માગ સાથે ઉગ્ર રજુવાત કરી હતી. જો કે મહેસાણા પોલીસે અત્યાર સુધી ૧૫ જેટલા લોકોની અટકાયત કરી તપાસ કરી છે અને ૬૦ લોકોની એક ટીમ આ મુદ્દે તપાસ કરી રહી છે.